IPLના ઇતિહાસમાં સૌથી લાંબી સિક્સરનો ભારતીય રેકોર્ડ આ બોલરના નામે, રોહિત-કોહલી-ધોની ટોપ-10માં પણ નહીં
IPLના ઇતિહાસમાં સૌથી લાંબી સિક્સરનો ભારતીય રેકોર્ડ આ બોલરના નામે, રોહિત-કોહલી-ધોની ટોપ-10માં પણ નહીં
આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોટી સિક્સના રેકોર્ડમાં ક્રિસ ગેલ ચોથા ક્રમે છે. (AFP ફોટો)
IPL 2022: આ લિસ્ટમાં બીજું નામ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા IPLના ટોપ સ્કોરર્સમાં સામેલ છે. બંનેએ મોટા શોટ પણ માર્યા હતા. ખાસ કરીને રોહિત લાંબી સિક્સર મારવા માટે પ્રખ્યાત છે. પરંતુ જ્યારે IPLમાં લાંબી સિક્સર ફટકારવાની વાત આવે છે ત્યારે રોહિત કે વિરાટનું નામ ટોપ-10માં પણ નથી આવતું. બહુ ઓછા લોકો જાણે છે કે આઈપીએલ ઈતિહાસમાં બીજી સૌથી લાંબી સિક્સ મારવાનો રેકોર્ડ બોલર પ્રવીણ કુમારના નામે છે.
પંજાબ કિંગ્સ (Punjab Kings)ના લિયામ લિવિંગસ્ટોને (liam livingstone) IPLની આ સિઝનની સૌથી લાંબી સિક્સ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે ફટકારી હતી. લિવિંગસ્ટોને 117 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. આ સિક્સર પછી, લિવિંગસ્ટોન IPL ના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સ મારનાર ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આઈપીએલના ઈતિહાસ (Longest sixes in IPL history)માં સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ એલ્બી મોર્કેલના નામે છે. મોર્કેલે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા પ્રથમ સિઝનમાં 125 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. તેમનો રેકોર્ડ આજે પણ અકબંધ છે.
આ લિસ્ટમાં બીજું નામ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા IPLના ટોપ સ્કોરર્સમાં સામેલ છે. બંનેએ મોટા શોટ પણ માર્યા હતા. ખાસ કરીને રોહિત લાંબી સિક્સર મારવા માટે પ્રખ્યાત છે. પરંતુ જ્યારે IPLમાં લાંબી સિક્સર ફટકારવાની વાત આવે છે ત્યારે રોહિત કે વિરાટનું નામ ટોપ-10માં પણ નથી આવતું. બહુ ઓછા લોકો જાણે છે કે આઈપીએલ ઈતિહાસમાં બીજી સૌથી લાંબી સિક્સ મારવાનો રેકોર્ડ બોલર પ્રવીણ કુમારના નામે છે.
તેણે 124 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. લિવિંગસ્ટોનની સિક્સર બાદ પ્રવીણ કુમાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. IPL ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર ફટકારનારા ટોપ 10 બેટ્સમેનોમાં 4 ભારતીયોનો સમાવેશ થાય છે.
IPL ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર ફટકારનાર બેટ્સમેન
એલ્બી માર્કેલ
125 મી
પ્રવીણ કુમાર
124 મી
એડમ ગિલક્રિસ્ટ
122 મી
રોબિન ઉથપ્પા
120 મી
ક્રિસ ગેલ
119 મી
યુવરાજ સિંહ
119 મી
રોસ ટેલર
119 મી
લિવિંગસ્ટોન
117 મી
ગૌતમ ગંભીર
117 મી
બેન કટિંગ
117 મી
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર