Home /News /ipl /

પંચમહાલના ટીમલી કિંગે લખેલા ગીત પર બાદશાહે બનાવી Reel , સોશિયલ મીડિયા પર થઈ Viral

પંચમહાલના ટીમલી કિંગે લખેલા ગીત પર બાદશાહે બનાવી Reel , સોશિયલ મીડિયા પર થઈ Viral

પંચમહાલના

પંચમહાલના લેખક અને ગાયકના ગીત પર બાદશાહે બનાવી રીલ, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે નેશનલ ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ વડોદરા થી હાથણી માતાના દર્શને જોવા મળ્યા. બા?

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે નેશનલ ક્રિકેટર ઇરફાન પઠાણ વડોદરા થી હાથની માતા ના દર્શને જોવા મળ્યા હતા.આજરોજ ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે વડોદરાના ફેમસ ક્રિકેટર બનવું બાકરોલ ગામના હાથની ના દર્શન કરવા આવ્યા હતા જેમાં બાકરોલ ગામના પીપળા ફળિયામાં આવ્યા હતા. તેમાં જે ગરીબી રેખા માં જીવતા આદિવાસી પરિવારને લાઇટની સુવિધા નથી જેના કારણે આ જરૂરિયાત મંદ આદિવાસી પરિવારને સોલાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    જેમાં પીપળા ફળિયામાં રહેતા રાઠવા રતનભાઇ મયાભાઈ રાઠવા અરવિંદભાઈ રતન ભાઈ ના ઘરે આવીને ગુજરાતના નેશનલ ક્રિકેટર બંધુઓ એ ૨૫ જેટલી સોલાર નું આદિવાસી પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પીપળા ફળિયામાં રહેતા રાઠવા રતનભાઇ મને ભાઈને પઠાણ ઇરફાન ભાઈ એવું જણાવતા હતા કે કોઈ પણ જરૂરીયાત મંદ હોય તો તેમનું list તેઓને મોકલાવજો તો તેઓ તેમના માટે પણ આ કીટ તેમના સુધી મોકલાવશે. એમ કહી ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણ પાછા પોતાના ઘરે રવાના થયા હતા.નેશનલ ક્રિકેટર બંધુઓ ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણમા મોટી હસ્તીઓ હોવાની સાથે માનવતાનો ગુણધર્મ પણ જોવા મળે છે.

    જેનુ તેમને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. ગરીબી રેખા નીચે જીવતા આદિવાસી પરિવારોને આજના સમયમાં પણ લાઈટ ની અસુવિધા હોવાથી વર્તમાન સમયમાં પણ એકવીસમી સદીને બદલે ૧૯મી સદીમાં જીવવાનો અનુભવ થઈ રહ્યો હોય એવું માનવામાં ભૂલ નથી. પરંતુ આવા પરિવારોને પણ લાઈટ જેવી ખુબ જ પાયાની જરૂરિયાત ની વસ્તુ મળી રહે તે માટે આપણા ક્રિકેટર બંધુઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ લોકસેવાના કાર્યો પણ કરી રહ્યા છે.

    પરંતુ બીજી બાજુ આટલી નામના મેળવ્યા બાદ લોકસેવા નો અર્થ રાજકારણમાં પ્રવેશ તો નથી ને?? તેવી લોક ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.

    પંચમહાલ જિલ્લાના ટીમલી  કીન્ગ પી.પી.બારીયા એ લખેલું અને ગાયક કમલેશ બારોટના સ્વરમાં ગવાયેલું ગીત \"બચપન કા પ્યાર\"પર ઇન્ડિયન રેપર બાદશાહે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
    First published:

    આગામી સમાચાર