Home /News /ipl /IPL 2022: કેએલ રાહુલ પોતાની જ ટીમ પર પડયો ભારે, અન્ય 10 ખેલાડી કરતા વધુ રન બનાવ્યા
IPL 2022: કેએલ રાહુલ પોતાની જ ટીમ પર પડયો ભારે, અન્ય 10 ખેલાડી કરતા વધુ રન બનાવ્યા
IPL 2022: કેએલ રાહુલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 62 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા (પીટીઆઈ)
IPL 2022: મુંબઈ સામે પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ માટે આ મેચ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આ પહેલા રમાયેલી તમામ 7 મેચ હારી ચૂકી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી લખનઉ સુપર જાયન્ટ્સે (LSG vs MI Live Score) આપેલા 169 રનના પડકાર સામે મુંબઈ ઇન્ડિયન્સે 8.3 ઓવરમાં 2 વિકેટે 54 રન બનાવી લીધા છે.
આઈપીએલ 2022 (IPL 2022) માં કેએલ રાહુલે (KL Rahul) અત્યાર સુધી ખૂબ જ સારી રમત બતાવી છે. તેણે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે (LSG vs MI) મેચમાં શાનદાર સદી ફટકારી હતી. વર્તમાન સિઝનમાં આ તેની બીજી સદી છે. તેણે મુંબઈ સામે બંને સદી ફટકારી છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ વખત ટી-20 લીગમાં પ્રવેશ કરી રહી છે. પરંતુ કેપ્ટન રાહુલે ટીમને સારી શરૂઆત અપાવી છે. રાહુલે વર્તમાન સિઝનમાં પણ 350થી વધુ રન બનાવ્યા છે. મુંબઈ સામે પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ માટે આ મેચ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આ પહેલા રમાયેલી તમામ 7 મેચ હારી ચૂકી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી લખનઉ સુપર જાયન્ટ્સે (LSG vs MI Live Score) આપેલા 169 રનના પડકાર સામે મુંબઈ ઇન્ડિયન્સે 8.3 ઓવરમાં 2 વિકેટે 54 રન બનાવી લીધા છે.
કેએલ રાહુલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 62 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા. 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે 72 રન બાઉન્ડ્રીથી આવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 166 હતો. ટીમને વધારાના 8 રન મળ્યા હતા. એટલે કે ટીમના અન્ય ખેલાડીઓ માત્ર 57 રન જ બનાવી શક્યા હતા. મનીષ પાંડેએ 22 બોલમાં 22 રન બનાવ્યા હતા. ત્યાં જ આયુષ બદોનીએ 11 બોલમાં 14 રન જ્યારે દીપક હુડ્ડાએ 9 બોલમાં 10 રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પણ 9 બોલમાં 10 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ 3 બોલમાં શૂન્ય અને કૃણાલ પંડ્યા 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. જેસન હોલ્ડર 2 બોલમાં એક પણ રન બનાવી શક્યો નહોતો. એટલે કે અન્ય બેટ્સમેનોએ 58 બોલમાં 57 રન બનાવ્યા હતા. એટલે કે તેનો સ્ટ્રાઈક રેટ 100થી ઓછો હતો. જેના કારણે ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી.
અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ સામેની પ્રથમ મેચમાં પણ લખનૌના અન્ય ખેલાડીઓ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. કેએલ રાહુલ 60 બોલમાં 103 રન બનાવીને અણનમ રહ્યો હતો. 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. 8 રન વધારાના મળ્યા હતા. ટીમનો સ્કોર 4 વિકેટે 199 રન હતો. એટલે કે અન્ય બેટ્સમેનો રાહુલ કરતા 15 રન ઓછા માત્ર 88 રન બનાવી શક્યા હતા.
અન્ય બેટ્સમેનોએ 60 બોલનો સામનો કર્યો હતો. એટલે કે સ્ટ્રાઈક રેટ સારો હતો. જેના કારણે ટીમ સારો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. તે મેચમાં ડેકોકે 13 બોલમાં 24 અને મનીષ પાંડેએ 29 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ મેચમાં પણ ટીમનો વિજય થયો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર