જો આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા 128 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ભારતના 119 પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. આ બંને ટીમો સિવાય ન્યુઝીલેન્ડ 111 પોઈન્ટ સાથે ત્રીજા, દક્ષિણ આફ્રિકા 110 પોઈન્ટ સાથે પાંચમા, પાકિસ્તાન 93 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે પુરૂષ ક્રિકેટ ટીમોની ટેસ્ટ રેન્કિંગ (ICC Test ranking) જાહેર કરી છે. ICC દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા (Australia)ની ટીમ સતત ટોચ પર છે. જ્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બીજા સ્થાને છે. આ રેન્કિંગમાં માત્ર એક જ નોંધપાત્ર ફેરફાર થયો છે. પાકિસ્તાન (Pakistan)ની ટીમ ઈંગ્લેન્ડને પાછળ છોડીને પાંચમા સ્થાને આવી ગઇ છે. આ સાથે જ ઈંગ્લિશ ટીમ હવે છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે.
જો આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા 128 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ભારતના 119 પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. આ બંને ટીમો સિવાય ન્યુઝીલેન્ડ 111 પોઈન્ટ સાથે ત્રીજા, દક્ષિણ આફ્રિકા 110 પોઈન્ટ સાથે પાંચમા, પાકિસ્તાન 93 પોઈન્ટ સાથે પાંચમા, ઈંગ્લેન્ડ 88 પોઈન્ટ સાથે છઠ્ઠા, શ્રીલંકા 81 પોઈન્ટ સાથે સાતમા, વેસ્ટ ઈન્ડીઝ 77 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે. 51 પોઈન્ટ સાથે બાંગ્લાદેશ 9મા અને ઝિમ્બાબ્વેની ટીમ 25 રેટિંગ પોઈન્ટ સાથે 10મા નંબર પર છે.
પેટ કમિન્સને 2021-22ની એશિઝ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેના નેતૃત્વમાં કાંગારૂ ટીમે શાનદાર પ્રદર્શન કરીને એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. તે પછી ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો જ્યાં તેણે યજમાન ટીમને ટેસ્ટ શ્રેણીમાં 1-0થી હરાવી હતી. છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું, જેનો ફાયદો તેમને નવીનતમ ICC ટેસ્ટ રેન્કિંગમાં મળ્યો હતો.
તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડને ખરાબ પ્રદર્શનનો માર સહન કરવો પડ્યો હતો. ઈંગ્લિશ ટીમ લાંબા સમય બાદ ટોપ ફાઈવમાંથી બહાર થઈ ગઇ છે. પાકિસ્તાને તેને પાંચમું સ્થાન મેળવવા પાછળ છોડી દીધું હતું. ઈંગ્લેન્ડના 1995 પછી સૌથી ઓછા રેટિંગ પોઈન્ટ છે. છેલ્લા એક વર્ષમાં જો રૂટની કપ્તાનીમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતું. આ દરમિયાન ઈંગ્લિશ ટીમ માત્ર એક જ મેચ જીતી શકી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર