T20 Rankings: આઇસીસી ટી-20 રેંકિંગમાં કેએલ રાહુલ એકમાત્ર ભારતીય ખેલાડી, રોહિત અને વિરાટ ટોપ-10ની બહાર
T20 Rankings: આઇસીસી ટી-20 રેંકિંગમાં કેએલ રાહુલ એકમાત્ર ભારતીય ખેલાડી, રોહિત અને વિરાટ ટોપ-10ની બહાર
તાજેતરની ICC T20 રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનોમાં કેએલ રાહુલ એકમાત્ર ભારતીય છે. (bcci ટ્વિટર)
ટોપ 10 બોલર અને ઓલરાઉન્ડરમાં એક પણ ભારતીય નથી. ભુવનેશ્વર કુમાર 18મા સ્થાને ભારતનો સર્વોચ્ચ ક્રમાંકિત ટી-20 બોલર છે, જ્યારે ઓલરાઉન્ડરની યાદીમાં કોઈ ભારતીય ટોપ 20માં પણ નથી. બેટ્સમેનોની રેન્કિંગમાં રોહિત શર્મા (Rohit Sharma) 14માં અને વિરાટ કોહલી (Virat Kohli) 16માં સ્થાને છે
વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે સતત બે ટી-20 શ્રેણી જીતવા છતાં ભારતીય ખેલાડીઓ ICCની ટી-20 તાજા રેન્કિંગમાં નજર નથી આવી રહ્યા. ટોપ-10 બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં કેએલ રાહુલ એકમાત્ર ભારતીય છે. કેએલ રાહુલ (KL Rahul) બેટ્સમેનોની ચાલી રહેલી ટી-20 રેન્કિંગમાં 10મા સ્થાને છે. તેના ખાતામાં 646 રેટિંગ પોઈન્ટ છે. પરંતુ ટોપ 10 બોલર અને ઓલરાઉન્ડરમાં એક પણ ભારતીય નથી. ભુવનેશ્વર કુમાર 18મા સ્થાને ભારતનો સર્વોચ્ચ ક્રમાંકિત ટી-20 બોલર છે, જ્યારે ઓલરાઉન્ડરની યાદીમાં કોઈ ભારતીય ટોપ 20માં પણ નથી. બેટ્સમેનોની રેન્કિંગમાં રોહિત શર્મા (Rohit Sharma) 14માં અને વિરાટ કોહલી (Virat Kohli) 16માં સ્થાને છે.
પાકિસ્તાનનો બાબર આઝમ 818 રેટિંગ પોઈન્ટ સાથે ટી-20નો નંબર-1 બેટ્સમેન છે. તેને તાજેતરમાં માર્ચ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ બીજા નંબરે અને પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજા નંબરે છે. રિઝવાનને ગયા વર્ષે ટી-20 પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો.
આ સાથે જ પાકિસ્તાનનો શાહીન આફ્રિરી પણ ટી-20ના ટોપ-10 બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેને ઓસ્ટ્રેલિયા સામેની એકમાત્ર ટી-20માં 2 વિકેટ લેવાનો ફાયદો થયો છે અને તે 4 સ્થાન ચઢીને 10માં સ્થાને પહોંચી ગયો છે. આફ્રિદીને ગયા વર્ષે ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાનો તબરેઝ શમ્સી ટી-20માં નંબર 1 બોલર છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ ત્રીજા અને એડમ ઝમ્પા ચોથા સ્થાન પર છે.
નામિબિયાનો જેજે સ્મિત ટોપ-5 ઓલરાઉન્ડરમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તાજેતરમાં યુગાન્ડા સામેની મેચમાં તેણે 35 બોલમાં 71 રન અને 10 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જેમાં હેટ્રિક પણ સામેલ હતી.
ત્યાં જ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણી સમાપ્ત થયા પછી ટેસ્ટ રેન્કિંગમાં પણ થોડો ફેરફાર થયો છે. કેશવ મહારાજ, જેણે છેલ્લી ટેસ્ટમાં બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચ સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. તે બોલરોની રેન્કિંગમાં 21માં અને ઓલરાઉન્ડરની યાદીમાં 13માં સ્થાને આવી ગયો છે. આ સાથે જ તેનો પાર્ટનર સ્પિનર સિમોન હાર્મર આ શ્રેણીમાં 26 સ્થાનની છલાંગ લગાવીને 54માં સ્થાને પહોંચી ગયો છે. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં તેણે 13 વિકેટ ઝડપી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર