Home /News /ipl /

IPLમાં હાર્દિક પંડ્યાએ ફટકારી સિક્સરની સદી, રિષભ પંત અને કિરોન પોલાર્ડ પણ પાછળ

IPLમાં હાર્દિક પંડ્યાએ ફટકારી સિક્સરની સદી, રિષભ પંત અને કિરોન પોલાર્ડ પણ પાછળ

હાર્દિક પંડ્યાએ IPLમાં પોતાની 100 સિક્સર પૂર્ણ કરી છે. (PIC-હાર્દિક/ટ્વિટર)

IPL 2022: આ પહેલા આ રેકોર્ડ ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતના નામે હતો. પંતે 1224 બોલમાં પોતાની સોમી સિક્સ ફટકારી હતી, જ્યારે યુસુફ પઠાણ ભારતીયોમાં ત્રીજા નંબર પર છે. પઠાણે 1313 બોલમાં છગ્ગાની સદી પૂરી કરી હતી. જો કે IPLમાં સૌથી ઝડપી 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ આન્દ્રે રસેલના નામે છે.

વધુ જુઓ ...
  ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઈતિહાસ રચી દીધો છે. પંડ્યાએ આ ટી-20 લીગમાં પોતાની 100 સિક્સર પૂરી કરી લીધી છે. એક ભારતીય તરીકે હાર્દિકે સૌથી ઝડપી સિક્સરની સદી પૂરી કરી છે. આ પહેલા આ ઓલરાઉન્ડરે 95 IPL મેચમાં 99 કેચ પકડ્યા હતા. પંડ્યાએ આ સિદ્ધિ સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર એડન માર્કરામની બોલિંગમાં હાંસલ કરી હતી.

  ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ની ઇનિંગની નવમી ઓવર એડન માર્કરામ નાખવા આવ્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર હાર્દિકે માર્કરામને ગાય કોર્નર પર સિક્સર ફટકારી હતી. પંડ્યા IPLમાં 100 કે તેથી વધુ સિક્સર મારનાર એકંદરે 26મો ખેલાડી બન્યો છે. હાર્દિક સૌથી ઓછા બોલમાં સિક્સરની સદી પૂરી કરનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે 1046 બોલમાં આ સિદ્ધિ મેળવી છે.

  આ પણ વાંચો- IPL 2022: યુઝવેન્દ્ર ચહલના મોઢા પર ટેપ લગાડી આખી રાત બાંધી રાખનાર જેમ્સ ફ્રેન્કલિન સામે થશે તપાસ

  રિષભ પંતે 1224 બોલમાં 100 સિક્સર ફટકારી હતી

  આ પહેલા આ રેકોર્ડ ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતના નામે હતો. પંતે 1224 બોલમાં પોતાની સોમી સિક્સ ફટકારી હતી, જ્યારે યુસુફ પઠાણ ભારતીયોમાં ત્રીજા નંબર પર છે. પઠાણે 1313 બોલમાં છગ્ગાની સદી પૂરી કરી હતી. જો કે IPLમાં સૌથી ઝડપી 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ આન્દ્રે રસેલના નામે છે. રસેલે આ કારનામું 657 બોલમાં કર્યું હતું. ક્રિસ ગેલ 943 બોલમાં 100 સિક્સર ફટકારીને આ યાદીમાં બીજા નંબરે છે જ્યારે હાર્દિક પંડ્યા ત્રીજા નંબરે પહોંચી ગયો છે.

  આ પણ વાંચો- IPL 2022: RCB સામે સૂર્યકુમાર યાદવની 'નમસ્તે' ઉજવણી પાછળનું રહસ્ય શું છે? ફ્રેન્ચાઇઝીએ કર્યો ખુલાસો

  હાર્દિકે IPLમાં 5મી અડધી સદી ફટકારી છે

  હાર્દિક પંડ્યાએ 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. IPLમાં હાર્દિકની આ પાંચમી ફિફ્ટી છે. તેણે 20મી ઓવરના પાંચમા બોલ પર સિંગલ રનની ચોરી કરીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. અભિનવ મનોહર 35 રન બનાવીને આઉટ થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજને બે-બે વિકેટ જ્યારે માર્કો યેનેસન અને ઉમરાન મલિકે એક-એક વિકેટ લીધી હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarat titans, Indian premier league, IPL 2022, IPL Latest News, આઇપીએલ

  આગામી સમાચાર