Home /News /ipl /INDVsNZ: વિલિયમસનને ખરીદશે ગુજરાત ટાઇટન્સ? હાર્દિક પંડ્યાએ આપ્યો જવાબ

INDVsNZ: વિલિયમસનને ખરીદશે ગુજરાત ટાઇટન્સ? હાર્દિક પંડ્યાએ આપ્યો જવાબ

કેન વિલિયમસન અને હાર્દિક પંડ્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મિની હરાજી કોચ્ચીમાં 23 ડિસેમ્બરે યોજાવાની છે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને રિલીઝ કરી દીધો છે.

Hardik Pandya And Kane Williamson Talk On IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મિની હરાજી કોચ્ચીમાં 23 ડિસેમ્બરે યોજાવાની છે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને રિલીઝ કરી દીધો છે. આ વચ્ચે 18 નવેમ્બરથી ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ શરૂ થઇ ગયો છે. ટી-20 સીરિઝથી ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યુ કે વિલિયમસનને હરાજીમાં તેમની ગુજરાત ટાઇટન્સ અથવા કોઇ અન્ય ફ્રેન્ચાઇઝી ખરીદશે કે નહી ખરીદે?

વિલિયમસનમાં ગુજરાત ટાઇટન્સ રસ દાખવશે?

હાર્દિક પંડ્યાએ જવાબ આપ્યો, "તે સારા મિત્ર છે, હાં તે પિક કરવામાં આવશે. આઇપીએલ તો આઇપીએલ છે. હું ભારત માટે રમી રહ્યો છું. શું ગુજરાત ટાઇટન્સમાં વિલમયનસમાં રસ દાખવશે? હાર્દિક પંડ્યાએ કહ્યુ- ખબર નથી. તેના વિશે વિચારવા માટે ઘણો સમય છે. કેન વિલિયમસને કહ્યુ કે તે આઇપીએલ રમવાનું ચાલુ રાખવા માંગે છે અને તે 23 ડિસેમ્બરે યોજાનારી હરાજીની રાહ જોઇ રહ્યો છે.

સનરાઇઝર્સ મેનેજમેન્ટે વિલિયમસન સાથે કરી હતી વાત

શું અન્ય ટીમોએ સંપર્ક કર્યો છે? વિલિયમસને કઇ જવાબ આપ્યો નહતો. વિલિયમસ ગત સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હતો. આઇપીએલ 2022માં આઠમા સ્થાન પર રહ્યા બાદ ફ્રેન્ચાઇઝી તેમની સાથે રહેલા 12 ખેલાડીઓને રીલિઝ કરી દીધા છે. વિલિયમસને એમ પણ કહ્યુ કે સનરાઇઝર્સ મેનેજમેન્ટે તેની સાથે કેટલાક દિવસ પહેલા રિલીઝ કરવાની વાત કરી હતી.

વિલિયમસનનું ખરાબ પ્રદર્શન રહ્યુ હતુ

ગત વર્ષે ડેવિડ વોર્નર સાથે સબંધ ખરાબ થયા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલ 2022 સીઝન પહેલા વિલિયમસનને ફુલ ટાઇમ કેપ્ટન જાહેર કર્યો હતો અને તેને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જોકે, સીઝનના પ્રથમ સેશનમાં સતત પાંચ મેચ જીતવા છતા ટીમ માત્ર 14માંથી માત્ર છ મેચ જીતી શકી હતી. વિલિયમસન ત્યારે એલ્બોની ઇજા સામે ઝઝુમી રહ્યો હતો. 13 ઇનિંગમાં તેને 93.50ના સ્ટ્રાઇક રેટથી 216 રન બનાવ્યા હતા.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો