Home /News /ipl /

PBKS vs GT: મેચ દરમિયાન ડેબ્યૂ પ્લેયર ટોઇલેટ ગયો, બંને ટીમો મેદાનમાં રાહ જોતી રહી

PBKS vs GT: મેચ દરમિયાન ડેબ્યૂ પ્લેયર ટોઇલેટ ગયો, બંને ટીમો મેદાનમાં રાહ જોતી રહી

PBKS vs GT: ગુજરાત ટાઇટન્સ માટે ડેબ્યુ મેચમાં સાઇ સુદર્શને 30 બોલમાં 35 રનની મહત્વની ઇનિંગ રમી હતી. (પીટીઆઈ)

IPL 2022: ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામેની IPL મેચમાં 20 વર્ષીય બેટ્સમેન સાઈ સુદર્શને IPLમાં ડેબ્યૂ કર્યું હતું. સાઈએ પહેલી જ મેચમાં ગુજરાત માટે 30 બોલમાં 35 રનની મહત્વની ઈનિંગ રમી હતી. જો કે મેચ દરમિયાન તેને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તે ઓવરની વચ્ચે 'ટોઇલેટ બ્રેક' માટે મેદાનની બહાર ગયો હતો.

વધુ જુઓ ...
    IPL 2022માં શુક્રવારે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ગુજરાતનો વિજય થયો હતો. ગુજરાતની જીતનો હીરો રાહુલ તેવટિયા હતો. તેણે છેલ્લા 2 બોલમાં 2 સિક્સ ફટકારી હતી અને ટીમને રોમાંચક મેચમાં જીત અપાવી હતી. આ મેચમાં 20 વર્ષીય બેટ્સમેન સાઈ સુદર્શને (Sai Sudharsan) પણ ગુજરાત તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું (Sai Sudharsan IPL Debut). સાઈએ 30 બોલમાં 35 રનની મહત્વની ઈનિંગ રમી હતી. પરંતુ મેચ દરમિયાન તેને વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેને મધ્ય ઓવરમાં મેદાનની બહાર જવું પડ્યું હતું. આ ઘટના ગુજરાતની ઇનિંગની 8મી ઓવર પૂરી થયા બાદ બની હતી.

    શુભમન ગિલ સાથે બેટિંગ કરી રહેલા સાઈ સુદર્શન અચાનક મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. જેના કારણે થોડીવાર માટે રમત રોકવી પડી હતી. બાદમાં જાણવા મળ્યું કે તે શૌચાલય જવાને કારણે ગ્રાઉન્ડની બહાર ગયો હતો. જો કે એક ઓવર પછી સટ્રેર્જી ટાઇમ આઉટ પણ લેવામાં આવ્યો હતો.

    પંજાબ કિંગ્સ સામેની મેચમાં ઇજાગ્રસ્ત વિજય શંકરના સ્થાને સાઇ સુદર્શનને ગુજરાત ટાઇટન્સ તરફથી ડેબ્યૂ કરવાની તક મળી હતી. ડેબ્યૂ મેચમાં જ તેણે 30 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે શુભમન ગિલ સાથે બીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી પણ કરી હતી. તેની ઇનિંગની મદદથી ગુજરાતે છેલ્લી ઓવરમાં 190 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

    આ પણ વાંચો- LRD Exam: એલઆરડીના પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમે કરી ખાસ વ્યવસ્થા

    આ ડાબા હાથના બેટ્સમેને તમિલનાડુ પ્રીમિયર લીગની છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 8 ઇનિંગ્સમાં 143થી વધુના સ્ટ્રાઇક રેટથી 358 રન બનાવ્યા અને તે લીગમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. તેના આધારે તેને સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફી અને વિજય હજારે ટૂર્નામેન્ટ માટે તમિલનાડુની ટીમમાં જગ્યા મળી હતી.

    આ પણ વાંચો- ધોરણ 10નું પેપર લિક: સોશિયલ મીડિયા પર હિન્દીનું સોલ્વ કરેલું પેપર થયું વાયરલ

    સાઈનો પરિવાર રમતગમત સાથે સંકળાયેલો છે

    સાઈનો પરિવાર રમતગમત સાથે જોડાયેલો છે. તેના પિતા એથ્લેટ રહી ચૂક્યા છે અને દક્ષિણ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ સાથે જ માતા ઉષા ભારદ્વાજે પણ વોલીબોલમાં તમિલનાડુનું પ્રતિનિધિત્વ કર્યું છે. આઈપીએલ 2022માં પહોંચતા પહેલા સાઈએ ચેન્નાઈમાં વય જૂથ અને લીગ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. તેણે યશસ્વી જયસ્વાલ સાથે 2019-20માં અંડર-19 ચેલેન્જર ટ્રોફીમાં ઈન્ડિયા-એ માટે પણ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તે ટુર્નામેન્ટમાં પ્રિયમ ગર્ગ, તિલક વર્મા અને રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓ પણ રમ્યા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, આઇપીએલ

    આગામી સમાચાર