Home /News /ipl /ગુજરાત ટાઇટન્સે રાજ્યના CMને બેટ ભેટમાં આપ્યું, ઓક્શનના રૂપિયા કેન્યા કેળવણી માટે અપાશે

ગુજરાત ટાઇટન્સે રાજ્યના CMને બેટ ભેટમાં આપ્યું, ઓક્શનના રૂપિયા કેન્યા કેળવણી માટે અપાશે

ગુજરાત ટાઇટન્સ ટીમના ઓનર દ્વારા ટીમના તમામ ખેલાડીઓની સાઇનવાળું બેટ રાજ્ય સરકારને આપવામાં આવ્યું હતું.

ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડી અને સ્ટાફ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે જીતને લઇ ચર્ચા કરી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ આઇપીએલ દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા હતા. ત્યાં જ આઇપીએલ 2022માં ગુજરાતની ટીમના તમામ ખેલાડીઓ ગુજરાતી ભોજનના ખુબ જ વખાણ કર્યા હતા. જેમા વિદેશી ખેલાડી ડેવિડ મિલરે પણ ગુજરાતી થાળીના વખાણ કર્યા હતા.

વધુ જુઓ ...
IPL 2022ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra modi Stadium)માં રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ની ટીમે ભવ્ય જીત હાંસલ કરી ગુજરાતને આઇપીએલની 15મી સિઝનમાં ચેમ્પિયન બની ઉભરી આવ્યું છે. ત્યાં જ પોતાના હોમગ્રાઉન્ડમાં ડેબ્યૂ સિઝનમાં જ ગુજરાતની ટીમે શાનદાર રમત બતાવી છે. આ જીતની ઉજવણી ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદના પ્રશંસકો વચ્ચે કરશે.

ગુજરાત ટાઇટન્સ ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ભવ્ય રોડ શો (Gujarat Titans Road Show)યોજાશે. આ રોડ શો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી આ રોડ શો યોજાશે. જેમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. આ પહેલા ગુજરાત ટાઇટન્સની ટીમનું રાજ્ય સરકાર દ્વારા અભિવાદન સમારોહ આયોજીત કરાયો હતો જેમાં રાજ્યના સીએમ અને રાજ્ય ગૃહ મંત્રી હાજર રહ્યા હતા.



જોકે આ પહેલા ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડી અને સ્ટાફ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે જીતને લઇ ચર્ચા કરી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ આઇપીએલ દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા હતા. ત્યાં જ આઇપીએલ 2022માં ગુજરાતની ટીમના તમામ ખેલાડીઓ ગુજરાતી ભોજનના ખુબ જ વખાણ કર્યા હતા. જેમા વિદેશી ખેલાડી ડેવિડ મિલરે પણ ગુજરાતી થાળીના વખાણ કર્યા હતા.

આ પણ વાંચો- કચ્છનો યુવાન UPSCમાં થયો સિલેક્ટ

આ દરમિયાન હાર્દિક પંડ્યાએ જણાવ્યુ હતું કે, તેણે ગુજરાતમાં પોતાના સ્ટ્રગલના દિવસોને પણ યાદ કર્યા હતા અને જણાવ્યું હતું તે ગુજરાતમાં ખુબ ક્રિકેટ રમ્યો છે પરંતુ તે ક્યારેય ગરબાની રમઝટ માણી શક્યો નથી. કારણ કે નવરાત્રીમાં જ્યારે પણ ગરબા રમાય છે ત્યારે સવારે તેની મેચ હોય છે અને આથી જ તે ગરબા રમી શક્યો નથી. જોકે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઇ પટેલે હાર્દિકને ગુજરાત સરકાર હેઠળ આયોજીત ગરબાના કાર્યક્રમમાં આમંત્રણ આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો- ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદમાં આજે રોડ શો કરશે

આ કાર્યક્રમમાં ગુજરાત ટાઇટન્સ ટીમના ઓનર દ્વારા ટીમના તમામ ખેલાડીઓની સાઇનવાળું બેટ રાજ્ય સરકારને આપવામાં આવ્યું હતું. આ બેટની હરાજી કરવામાં આવશે અને તેના દ્વારા થતી આવકને કન્યા કેળવણી માટે ઉપીયોગ કરવામાં આવશે.

ગુજરાત ટાઇટન્સની ટીમનએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ બાદ ભવ્ય રોડ શો યોજાશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે.
First published:

Tags: Gujarat Government, Gujarat titans, IPL 2022, IPL Latest News