IPL 2022: આ સાથે જ હૈદરાબાદની ટીમ સતત 5 જીત બાદ એક મેચ હારી છે. રાશિદે (Rashid Khan) છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને જીત મેળવી હતી. મેચમાં પહેલા રમતા હૈદરાબાદે (gt vs srh) 6 વિકેટે 195 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા (Abhishek Sharma) અને એડન માર્કરામે અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રાહુલ તેવટિયા અને રાશિદ ખાને સારી બેટિંગ કરી હતી.
ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) IPLમાં પોતાની શ્રેષ્ઠ રમત જાળવી રાખી છે. IPL 2022ની 40મી મેચમાં ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 5 વિકેટથી હરાવ્યું હતું. 8 મેચમાં ગુજરાતની આ 7મી જીત છે. ટીમ 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ સાથે જ હૈદરાબાદની ટીમ સતત 5 જીત બાદ એક મેચ હારી છે. રાશિદે (Rashid Khan) છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને જીત મેળવી હતી. મેચમાં પહેલા રમતા હૈદરાબાદે (gt vs srh) 6 વિકેટે 195 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા (Abhishek Sharma) અને એડન માર્કરામે અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રાહુલ તેવટિયા અને રાશિદ ખાને સારી બેટિંગ કરી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 7.4 ઓવરમાં 69 રન જોડ્યા હતા. ગિલ 24 બોલમાં 22 રન બનાવીને ઉમરાન મલિકના હાથે બોલ્ડ થયો હતો. આ પછી પંડ્યા મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે 6 બોલમાં 10 રન બનાવીને ઉમરાનનો બીજો શિકાર બન્યો હતો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
સાહાએ અડધી સદી ફટકારી હતી
રિદ્ધિમાન સાહાએ ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડ્યો હતો. તેણે 38 બોલમાં 68 રન બનાવ્યા હતા. 11 ચોગ્ગા અને એક સિક્સર પણ ફટકારી હતી. તેની વિકેટ પણ ઝડપી બોલર ઉમરાન મલિક (Umran malik)ને ગઈ હતી. આ પછી ડેવિડ મિલર અને રાહુલ તેવટિયાએ ટીમની કમાન સંભાળી હતી. છેલ્લી 5 ઓવરમાં ટીમને 61 રન કરવાના હતા અને 7 વિકેટ હાથમાં હતી. 16મી ઓવરમાં ઉમરાન મલિકે મિલરની મોટી વિકેટ લઈને હૈદરાબાદને મેચમાં આગળ કરી દીધું હતું. મિલરે 19 બોલમાં 17 રન બનાવ્યા હતા. ઓવરના છેલ્લા બોલ પર તેણે પહેલા જ બોલ પર અભિનવ મનોહરને બોલ્ડ કર્યો હતો. તેણે ટી-20 કરિયરમાં પ્રથમ વખત 5 વિકેટ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સે 24 બોલમાં 56 રન બનાવવાના હતા અને 5 વિકેટ બાકી હતી. જોકે રાહુલ તેવટિયા અને રાશિદ ખાને અંત સુધી લડત આપી હતી. ટી નટરાજને 19મી ઓવરમાં 13 રન આપ્યા હતા. હવે ટીમને 6 બોલમાં 22 રન બનાવવાના હતા. તેવટિયાએ માર્કો યેન્સનના પહેલા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. હવે 5 બોલમાં 16 રનની જરૂર હતી. તેવટિયાએ બીજા બોલ પર એક રન લીધો હતો. રાશિદે ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. હવે 3 બોલમાં 9 રન થવાના હતા. ચોથા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. 5મા બોલ પર ફરીથી સિક્સર ફટકારી. હવે એક બોલમાં 3 રન થવાના હતા. રાશિદે સિક્સર ફટકારીને જીતની પુષ્ટિ કરી હતી. તે 11 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. જેમા તેણે 4 સિક્સર ફટકારી હતી. જ્યારે તેવતિયા 21 બોલમાં 40 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
આ પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અભિષેક શર્મા અને એડન માર્કરમે અડધી સદી ફટકારીને સનરાઈઝર્સ હૈદરાબાદને 190 રન સુધી પહોંચાડ્યું હતું. અભિષેકે 42 બોલમાં 6 ફોર અને 3 સિક્સરની મદદથી 65 રન બનાવ્યા હતા. જ્યારે મકરમે 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 96 રન પણ જોડ્યા હતા. આ પછી શશાંક સિંહે છેલ્લી ઓવરમાં લોકી ફર્ગ્યુસનને 3 સિક્સર સહિત 25 રન બનાવ્યા હતા. તે 6 બોલમાં 25 રન બનાવીને અણનમ રહ્યો હતો.
શમીએ બેવડો ફટકો આપ્યો
જોકે હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન કેન વિલિયમસનને મોહમ્મદ શમીએ પેવેલિયન મોકલ્યો હતો. તેણે 8 બોલમાં 5 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠી 10 બોલમાં 16 રન બનાવીને શમીનો બીજો શિકાર બન્યો હતો. આ પછી અભિષેક અને માર્કરામે મોટી ભાગીદારી નોંધાવી હતી. પરંતુ આ પછી નિકોલસ પૂરન 3 અને વોશિંગ્ટન સુંદર 3 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ શશાંકે ટીમને 200 રનની નજીક પહોંચાડી હતી. શમીએ 4 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ લીધી હતી. લોકી ફર્ગ્યુસન અને રાશિદ ખાન મોંઘા સાબિત થયા હતા. ફર્ગ્યુસને 4 ઓવરમાં 52 રન આપ્યા હતા જ્યારે રાશિદે 45 રન આપ્યા હતા. બંનેને વિકેટ પણ મળી ન હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર