પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, 2019માં થયું હતું બ્રેન હેમરેજ

(Parthiv patel Instagram)

પાર્થિવ પટેલે (Cricketer Parthiv patel Father passed Away) સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, રવિવારે તેનાં પિતા અજયભાઇ બિપિનચંદ્ર પટેલનું નિધન થઇ ગયું છે. (Parthiv patel Instagram)

  • Share this:
    સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલ (Parthiv Patel)નાં પિતાનું રવિવારે આજે સવારે નિધન થઇ ગયુ છે. પાર્થિવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરનું કહેવું છે કે, મારા પિતા અજયભાઇ બિપિનચંદ્ર પટેલનું આજે 26 સ્પટેમ્બરનાં નિધન થઇ ગયુ છે. તેણે ફેન્સને તેનાં પિતાને પ્રાર્થનામાં યાદ રાખવાં કહ્યું છે. ગત 2 વર્ષથી પાર્થિવ માટે ઘણો મુશ્કેલ સમય હતો. 2019માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમનો ભાગ હતો તે સમયે તેનાં પિતાની તબિયત ખરાબ થઇ હતી. તે સમયે તેનાં પિતા બ્રેઇન હેમરેજ સામે જંગ લડી રહ્યાં હતાં. અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જે કારણે પાર્થિવની અંગત અને પેશાવર જીવન ઘણું જ ડિસ્ટર્બ થઇ રહ્યું છે. તેણે દરેક સમયે તેનાં પિતા અંગે ડર સતાવતો હતો. પિતાનાં નિધનથી ખબરથી તે તુટી ગયો છે.

    આ પણ વાંચો- ગૌરી ખાને ડિઝાઇન કર્યું આલિશાન એપાર્ટમેન્ટ, તસવીરો અને વીડિયો જોઇ આંખો ચાર થઇ જશે

    આ પણ વાંચો- Daughter's Day 2021: આ છે બોલિવૂડની Cool પિતા-પુત્રીની જોડીઓ, PHOTOS

    પાર્થિવે 2019માં IPLની એક મેચ બાદ જણાવ્યું હતં કે, મેચ પૂર્ણ થયા બાદ તે ડ્રેસિંગ રૂમમાં જતો હતો અને તેનો ફોન જોતાં પ્રાર્થના કરતો હતો કે હોસ્પિટલમાંથી કોઇ ખરાબ સમાચાર ન આવી જાય. તેણે વર્ષ 2019માં IPL શરૂ થતા પહેલાં જ તેનાં પિતાની સ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેનાં પિતા લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતાં.








    View this post on Instagram






    A post shared by parthiv patel (@parthiv9)






    IPL 2021: પાર્થિવ પટેલે તે સમયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનાં પિતા અચનાક જ પડી ગયા હતાં તે બાદ 12 દિવસ સુધી તેઓ ICUમાં હતાં. અને 10 દિવસ સુધી ઘરે નહોતા જઇ શક્યા. આ કારણે પાર્થિવ પટેલે મેદાનથી દૂર રહેવું પડ્યું હતું.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: