Home /News /ipl /IPL 2022: કોલેજની ટીમમાં સ્થાન ન મળ્યું, IPLમાંથી પણ બહાર રહ્યો, હવે પ્રથમ મેચમાં કર્યું મોટું કારનામું

IPL 2022: કોલેજની ટીમમાં સ્થાન ન મળ્યું, IPLમાંથી પણ બહાર રહ્યો, હવે પ્રથમ મેચમાં કર્યું મોટું કારનામું

ઉમેશ યાદવે ટીમ ઈન્ડિયા (Team India) માટે છેલ્લી ટી-20 મેચ 3 વર્ષ પહેલા ફેબ્રુઆરી 2019માં રમી હતી.

IPL 2022 1st Match: કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની શરૂઆતની મેચમાં આસાન વિજય નોંધાવ્યો હતો. ટીમે ટુર્નામેન્ટની પ્રથમ મેચ (CSK vs KKR)માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. ઝડપી બોલર ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી.

વધુ જુઓ ...
કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) આઈપીએલ 2022 (IPL 2022)માં શાનદાર ડેબ્યૂ કર્યું છે. ટીમે ટૂર્નામેન્ટની શરૂઆતની પ્રથમ મેચમાં (CSK vs KKR) ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. KKRની જીતમાં બોલરોએ મહત્વનું યોગદાન આપ્યું હતું. ટીમે CSKની ટીમને માત્ર 131 રન પર રોકી દીધી હતી. જેના જવાબમાં 19મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ (Umesh Yadav)ને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને 2 મોટી વિકેટ પોતાના નામે કરી હતી. આ પ્રદર્શન એટલા માટે પણ મહત્વનું હતું કારણ કે ટી-20 લીગની છેલ્લી સિઝનમાં તેને એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી. તે પછી તે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નો ભાગ હતો.

ઉમેશ યાદવે ટીમ ઈન્ડિયા (Team India) માટે છેલ્લી ટી-20 મેચ 3 વર્ષ પહેલા ફેબ્રુઆરી 2019માં રમી હતી. જોકે તે સતત ટેસ્ટ ટીમ સાથે જોડાયેલો હતો. 34 વર્ષીય ઉમેશને કારકિર્દીની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. તેને કોલેજની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો ન હતો, કારણ કે તે પહેલા તે કોઈ ક્લબ મેચ રમી શક્યો ન હતો. આ પછી તે વિદર્ભ જીમખાના ક્લબમાં જોડાયો અને અહીંથી તેની ક્રિકેટ કારકિર્દીનો મોટો વળાંક આવ્યો હતો. તમને જણાવી દઇએ કે તેને IPLમાં 9મી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે. ઝડપી બોલર તરીકે આ સર્વોચ્ચ છે.

આ પણ વાંચો- IPL 2022: સચિન તેંડુલકરે મૂળ સૌરાષ્ટ્રના અને KKRના કિપર શેલ્ડન જેક્સનના વખાણ કર્યા, ધોની સાથે કરી સરખામણી

2008માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું

ઉમેશ યાદવે 2008માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. મે 2010માં તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તેણે 52 ટેસ્ટમાં 31ની એવરેજથી 158 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88 રનમાં 6 વિકેટ છે. તેણે 3 વખત 5 વિકેટ અને એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. ત્યાં જ 75 વનડેમાં 106 અને 7 ટી-20માં 9 વિકેટ લીધી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 327 વિકેટ લીધી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સદી ફટકારી છે.

આ પણ વાંચો- IPL 2022 CSK vs KKR: ચેન્નઇ સુપર કિંગ્સની હાર અને કોલકાતાની જીત માટે આ બાબતો રહી મહત્ત્વની

KKRના ફાસ્ટ બોલર ઉમેશ યાદવની ઓવરઓલ ટી-20 કારકિર્દીની વાત કરીએ તો તેણે 152 મેચમાં 152 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 18 રનમાં 5 વિકેટ છે. 2 વખત 4 અને એકવાર 5 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઇકોનોમી 8 થી ઉપર રહી છે. બીજી તરફ તેના આઈપીએલ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 122 મેચમાં 121 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રનમાં 4 વિકેટ છે. 2018ની IPL સિઝન તેની સર્વશ્રેષ્ઠ હતી, જ્યારે તેણે સૌથી વધુ 20 વિકેટ લીધી હતી. તે 2010થી ટી-20 લીગમાં પ્રવેશ કરી રહ્યો છે. પોતાના પ્રદર્શન પર તેણે કહ્યું કે પાવર પ્લેમાં વિકેટ મહત્વની હોય છે. હું આમ કરવામાં સફળ રહ્યો. તેણે ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેને આઉટ કર્યા હતા.
First published:

Tags: IPL 2022, IPL Latest News, Ipl match, IPL Point Table, Ipl schedule