Explained: ગુજરાત ટાઇટન્સ IPL 2022 પ્લેઓફમાં સ્થાન બનાવવાથી એક ડગલું દૂર, જાણો બાકી ટીમોનું સમીકરણ
Explained: ગુજરાત ટાઇટન્સ IPL 2022 પ્લેઓફમાં સ્થાન બનાવવાથી એક ડગલું દૂર, જાણો બાકી ટીમોનું સમીકરણ
ગુજરાત ટાઇટન્સ IPL પ્લેઓફમાં જગ્યા બનાવવાથી માત્ર એક જીત દૂર છે. (PIC-ઇન્સ્ટાગ્રામ)
IPL 2022 Play off Scenario: રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2022માં જીત માટે આતુર છે. MI સતત 8 મેચમાં હારી છે. આવી સ્થિતિમાં મુંબઈની ટીમ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની આગેવાની હેઠળની આઇપીએલ 2022 ની નવી ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ (IPL 2022 Playoffs Qualification Scenario) માટે ટિકિટ મેળવવાથી માત્ર એક જીત દૂર છે. ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવી વર્તમાન સિઝનમાં સાતમી જીત નોંધાવી છે. આ જીત સાથે ગુજરાતની ટીમના 8 મેચમાં 7 જીતથી 14 પોઈન્ટ થઈ ગયા છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ગુજરાત સામેની હાર બાદ ત્રીજા નંબરે સરકી ગઈ છે, જોકે તે હજુ પણ પ્લેઓફની રેસમાં છે. રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બહાર થઈ ગઈ છે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો પણ ચાન્સ ઘણો ઓછો છે.
ગુજરાત ટાઇટન્સ 14 પોઈન્ટ સાથે 10 ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ કોઈ પણ જીત નોંધાવ્યા વિના તળિયા પર છે. ગુજરાત અત્યાર સુધી માત્ર એક જ મેચ હાર્યું છે. ગુજરાતને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની 6 મેચમાંથી માત્ર એક જીતની જરૂર છે. 10 ટીમોની આ ટુર્નામેન્ટમાં 16 પોઈન્ટ સાથે ગુજરાતની ટીમ સરળતાથી પ્લેઓફમાં પહોંચી જશે.
રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસન (Sanju Samson)ની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે જેમાં તેણે 6 જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનની ટીમ 12 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. તેને પ્લેઓફમાં પહોંચવા માટે વધુ બે જીતની જરૂર છે. રાજસ્થાનને હજુ 6 મેચ રમવાની બાકી છે. નેટનેરેટના મામલામાં રાજસ્થાન ટોપ 4માં બીજા નંબરે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ હારીને ત્રીજા નંબરે સરકી ગઇ છે. કેન વિલિયમસનની કપ્તાનીવાળી SRH ટીમે 8 મેચ રમી છે જેમાંથી 5 જીતી છે અને 3 મેચ હારી છે. ઓરેન્જ આર્મી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. હૈદરાબાદની ટીમ તેની બાકીની 6 મેચમાંથી 3 જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે.
લખનૌ સુપર જાયન્ટ્સ
લખનૌ સુપર જાયન્ટ્સે 8માંથી 5 મેચ જીતી છે. કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સના 10 પોઈન્ટ છે અને આ ટીમ હાલમાં ચોથા નંબર પર છે. સુપર જાયન્ટ્સને પ્લેઓફમાં પહોંચવા માટે તેણે બાકીની 6 મેચમાંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. LSG 14 પોઈન્ટ સાથે પણ પ્લેઓફમાં પહોંચી શકે છે, પરંતુ આ માટે તેણે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 9 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ ધરાવે છે. RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે સતત હારના કારણે પ્લેઓફમાં પહોંચવાની તેમની તકોને ફટકો પડ્યો છે. તેમને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની પાંચમાંથી ત્રણ મેચ મોટા માર્જિનથી જીતવી જરૂરી છે. હાલમાં તેનો નેટ રન રેટ (-0.572) માઈનસમાં છે. હવે તેની દરેક હાર તેને પ્લેઓફની રેસમાંથી દૂર લઈ જશે.
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સે 8માંથી 4 મેચ જીતી છે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની PBKS ટીમ (PBKS) તેમની અગાઉની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને જીતના પાટા પર પરત ફરી હતી. આ જીત સાથે પંજાબના 8 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે પંજાબ કિંગ્સે બાકીની 6 મેચમાંથી ચાર જીતવાની સાથે સાથે તેમનો નેટ રન રેટ (-0.419) જે હાલમાં માઈનસમાં છે તેમાં સુધારો કરવો પડશે.
દિલ્હી કેપિટલ્સ
ગયા વર્ષે ટેબલ ટોપર રહેલા રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં સાતમાંથી માત્ર 3 મેચ જીતી છે. દિલ્હીની ટીમ 6 પોઈન્ટ સાથે ટેબલમાં સાતમા નંબર પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે પંતની ટીમને બાકીની સાત મેચમાંથી ઓછામાં ઓછી પાંચ વધુ મેચ જીતવી પડશે. દિલ્હી 14 પોઈન્ટ સાથે પણ ટોપ 4માં પહોંચી શકે છે પરંતુ તેના માટે તેણે અન્ય ટીમોના પરિણામો અને રન રેટ પર નિર્ભર રહેવું પડશે.
શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ સિઝનમાં 8માંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે. KKRએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ તે પછી ટીમ ઘણી મેચ હારી ગઈ હતી. KKR સતત 5 મેચ હારી છે. તેણે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે બાકીની 6માંથી વધુ પાંચ મેચ જીતવી પડશે. જો ચાર ટીમોના સમાન 10 પોઇન્ટ છે તો KKRનું 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ મુશ્કેલ બની જશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આઠમાંથી માત્ર 2 મેચ જીતી શકી છે. જાડેજા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગની સાથે કેપ્ટનશિપમાં પણ ફ્લોપ સાબિત થયો છે. જો CSKને પ્લેઓફમાં જગ્યા બનાવવી હોય તો તેણે બાકીની તમામ મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. ચેન્નાઈ પાંચ મેચ જીતીને પણ અંતિમ 4ની ટિકિટ કાપી શકે છે, પરંતુ આ માટે તેણે અન્ય ટીમોના પરિણામો અને નેટ્રેટ પર નિર્ભર રહેવું પડશે.
સતત 8 મેચ હારીને મુંબઈ રેસમાંથી બહાર થઈ ગયું
રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2022માં જીત માટે આતુર છે. MI સતત 8 મેચમાં હારી છે. આવી સ્થિતિમાં મુંબઈની ટીમ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. હવે જો મુંબઈ તેની બાકીની છ મેચ જીતી જાય તો પણ તેના 12 પોઈન્ટ હશે અને તે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું નથી. 10 ટીમોની આ ટુર્નામેન્ટમાં, 16 પોઈન્ટ ધરાવતી ટીમો સરળતાથી છેલ્લા 4માં પહોંચી જશે, જ્યારે 14 પોઈન્ટ ધરાવતી ટીમો પાસે પણ ક્વોલિફાઈ થવાની આશા હશે, જો કે તેમનો નેટ રન રેટ વધારે હોય. મુંબઈનું નેટરન રેટ (-1.000) માઈનસમાં છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર