દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. (દિલ્હી કેપિટલ ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: ફિઝિયો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક ખેલાડી સંક્રમિત જોવા મળ્યો હતો. આ કારણોસર ફ્રેન્ચાઇઝીને પુણેની સફરમાં વિલંબ કરવાની ફરજ પડી હતી. દિલ્હી કેપિટલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં નંબર 8 પર છે તેમણે તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે 20 એપ્રિલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમવાની છે.
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની આખી ટીમને ક્વોરેન્ટાઈન (quarantined) કરવામાં આવી છે. ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોરોના (Coronavirus)થી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ એક ખેલાડીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સમગ્ર દિલ્હી કેપિટલ્સની ટીમને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. અહેવાલો અનુસાર આ કારણે દિલ્હીએ આગામી મેચ માટે પૂણેનો પ્રવાસ પણ સ્થગિત કરી દીધો છે. ક્રિકબઝના સમાચાર અનુસાર દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ તેમના રૂમમાં છે અને 2 દિવસ સુધી ડોર ટુ ડોર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
ફિઝિયો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક ખેલાડી સંક્રમિત જોવા મળ્યો હતો. આ કારણોસર ફ્રેન્ચાઇઝીને પુણેની સફરમાં વિલંબ કરવાની ફરજ પડી હતી. દિલ્હી કેપિટલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં નંબર 8 પર છે તેમણે તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે 20 એપ્રિલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમવાની છે.
આ મેચ માટે ટીમ 18 એપ્રિલે જ પુણે જવાની હતી, પરંતુ કોરોનાના હુમલા બાદ તેમને હોટલમાં જ રોકી દેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર વિદેશી ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે.
બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા અનુસાર, જેનો રિપોર્ટ આવતીકાલે નેગેટિવ આવશે, તેઓ પુણે જશે. ત્યાં જ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથેની મેચ દરમિયાન, BCCIએ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને RCB સાથે હાથ મિલાવવાની મનાઈ કરી હતી. ગયા વર્ષે પણ કોરોનાએ IPL પર ઘણી અસર કરી હતી. કોરોનાને કારણે IPL 2021નું આયોજન 2 તબક્કામાં કરવામાં આવ્યું હતું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર