વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ દરમિયાન દીપક ચાહર ઈજાગ્રસ્ત થયો હતો (AFP)
IPL 2022: દીપક ચાહર વિના ચેન્નાઈ ટૂર્નામેન્ટમાં પહેલાથી જ સંઘર્ષ કરી રહી છે. છેલ્લી 4 મેચોમાં CSK ને ચાહરની ખુબ જ ખામી નડી છે અને આ સીઝનમાં ટૂર્નામેન્ટની તેમની પ્રથમ જીતની શોધમાં રહેલા CSK માટે આ એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.
આઈપીએલ 2022 (IPL 2022) માં દીપક ચાહર (Deepak Chahar)ની વાપસીની શક્યતાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર બોલર દીપકને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy in Bengaluru)માં તેના પુનર્વસન દરમિયાન બીજી ઈજા થઈ હતી. ચહર ફેબ્રુઆરીમાં પગની ઈજામાંથી સાજા થવા માટે NCA ગયો હતો, પરંતુ ત્યાં પણ તેને પીઠમાં ઈજા થઈ હતી. દીપકને CSK દ્વારા IPL 2022ની મેગા ઓક્શનમાં રૂ. 14 કરોડમાં ખરીદ્યો હતો અને ફ્રેન્ચાઇઝી દાવો કરી રહી હતી કે તે એપ્રિલના બીજા સપ્તાહ પહેલા ફિટ થઈ જશે, પરંતુ તેની ઈજાની ગંભીરતાને જોતા તે ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહે તેવી શક્યતા નથી.
દીપક ચાહર વિના ચેન્નાઈ ટૂર્નામેન્ટમાં પહેલાથી જ સંઘર્ષ કરી રહી છે. છેલ્લી 4 મેચોમાં CSK ને ચાહરની ખુબ જ ખામી નડી છે અને આ સીઝનમાં ટૂર્નામેન્ટની તેમની પ્રથમ જીતની શોધમાં રહેલા CSK માટે આ એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.
CSK અત્યારે પોઈન્ટ ટેબલમાં તળિયે છે. એવું માનવામાં આવતું હતું કે ચાહર આ અઠવાડિયા પછી CSK ટીમ સાથે જોડાઈ શકે છે, પરંતુ હવે તે બીજી ઈજાને કારણે લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NCAમાં તેના પુનર્વસન દરમિયાન ચાહરને ઈજા થઈ હતી. તે એક મહિનાથી વધુ સમયથી NCAમાં છે, જ્યાં તે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણી દરમિયાન પગની ઈજામાંથી બહાર આવવા ગયો હતો. ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20I દરમિયાન ચાહરને પગમાં ઈજા થઈ હતી અને તેણે તેનો સ્પેલ પૂરો કર્યા વિના મેદાન છોડવું પડ્યું હતું. જે બાદ તે શ્રીલંકા સામેની શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર