T20 World Cup: આઇપીએલ વચ્ચે ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર, ટી-20 વર્લ્ડ કપ નહીં રમી શકે આ ખેલાડી?
T20 World Cup: આઇપીએલ વચ્ચે ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર, ટી-20 વર્લ્ડ કપ નહીં રમી શકે આ ખેલાડી?
દીપક ચહર ચાર મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે (AFP)
Deepak Chahar Injury update: વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ દરમિયાન દીપક ચાહર ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેને આઈપીએલમાંથી બહાર થવું પડ્યું હતું. હવે નવી ઈજાએ તેની મુશ્કેલી વધારી દીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમ (Team India) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર દીપક ચાહર (Deepak Chahar) ઈજાના કારણે ચાર મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. દીપક હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરમાં છે. તે ક્વાડ્રિસેપ્સમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. નેટ્સમાં બોલિંગ કરતી વખતે તેને નવી ઈજા થઈ છે. તે પહેલાથી જ IPL 2022માંથી બહાર થઈ ગયો હતો. પરંતુ તાજેતરની ઈજાથી સ્પષ્ટ છે કે તે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ દરમિયાન દીપક ચાહર ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેને આઈપીએલમાંથી બહાર થવું પડ્યું હતું. હવે નવી ઈજાએ તેની મુશ્કેલી વધારી દીધી છે.
અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દીપક ચાહર IPL 2022ના મધ્યમાં CSK સાથે જોડાશે. પરંતુ આ થઈ શક્યું નથી. ચેન્નાઈએ દીપકને 14 કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં સામેલ કર્યો હતો. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે નવી ઈજાના કારણે તેની પુનરાગમનની યોજનાઓને ઝટકા લાગ્યો છે. સ્કેન બાદ એવું સૂચન કરવામાં આવ્યું છે કે આ બોલર લાંબા સમય સુધી બહાર રહે તેવી શક્યતા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે દીપક ટી-20 વર્લ્ડ કપમાંથી પણ બહાર રહી શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ચાહરની ઈજા ગંભીર છે. તે ઝડપી વાપસી કરવા માટે એનસીએમાં પરસેવો પાડી રહ્યો હતો. તેને આશા હતી કે તે મધ્ય આઈપીએલ સુધીમાં પુનરાગમન કરશે. પરંતુ નવી ઈજાના આંચકાએ તેની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. તેની ગેરહાજરીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પાવર પ્લેમાં વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહી છે. પાછલી કેટલીક સીઝનથી દીપક પાવર પ્લેમાં CSKને સફળતા અપાવવામાં સફળ રહ્યો હતો.
સીએસકે મેનેજમેન્ટના એક સૂત્રએ તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે દીપક ચાહરની પીઠની ઈજા વિશે અમને જાણ નથી. તે IPLમાં પુનરાગમન કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. પરંતુ હાલ માટે અનુપલબ્ધ છે. પરંતુ પીઠની ઈજાને કારણે તેના માટે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપમાં પરત ફરવું મુશ્કેલ બન્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર