દિલ્હી કેપિટલ્સને ગુરુવારે IPL 2022માં ચોથી જીત (DC vs KKR Live Score) મળી હતી. ટીમ (delhi capitals) એ તેમની 8મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટે હરાવ્યું હતું. વર્તમાન સિઝનમાં ટીમે બીજી વખત કોલકત્તાને હરાવ્યું હતું. મેચમાં પહેલા રમતા KKRએ 9 વિકેટે 146 રન બનાવ્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે (kuldeep yadav) ઘાતક બોલિંગ કરી. તેણે 3 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 6 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વોર્નર 42 રન બનાવીને આઉટ થયો હતો. કેકેઆર (Kolkata knight riders) સતત પાંચમી મેચ હારી ગયું છે. ટીમે અત્યાર સુધી 9માંથી માત્ર 3 મેચ જીતી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ દિલ્હી અત્યાર સુધી 4 મેચ હારી ગઇ છે.
જોકે દિલ્હી કેપિટલ્સની ટીમ ટાર્ગેટનો પીછો કરવા માટે બહાર આવી ત્યારે તેની શરૂઆત સારી રહી ન હતી. પૃથ્વી શોને પ્રથમ બોલ પર ઉમેશ યાદવે આઉટ કર્યો હતો. નંબર-3 પર ઉતરેલ મિચેલ માર્શ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે 7 બોલમાં 13 રન બનાવીને ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો. આ મેચથી હર્ષિત આઈપીએલમાં ડેબ્યૂ કરી રહ્યો હતો. દિલ્હીએ માત્ર 17 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
આજની મેચમાં કુલદીપ યાદવ (4 વિકેટ) અને મુશ્તાફિઝુર રહમાનની (3 વિકેટ) ચુસ્ત બોલિંગ પછી ડેવિડ વોર્નર પોવેલની શાનદાર બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-15માં (IPL 2022 )કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 6 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
વોર્નર અને લલિતે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી
ડેવિડ વોર્નર અને લલિત યાદવે ત્રીજી વિકેટ માટે 65 રન જોડીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. વોર્નર 26 બોલમાં 42 રન બનાવીને ઉમેશ યાદવના હાથે આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા માર્યા હતા. આ પછી લલિત પણ રમતો રહ્યો હતો. તેની વિકેટ ઓફ સ્પિનર સુનીલ નારાયણને ગઈ હતી. તેણે 29 બોલમાં 22 રન બનાવ્યા હતા. એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. કેપ્ટન ઋષભ પંત નિષ્ફળ રહ્યો હતો અને 5 બોલમાં 2 રન બનાવીને ઉમેશનો ત્રીજો શિકાર બન્યો હતો. ટીમે માત્ર 2 રનના અંતરે 3 વિકેટ ગુમાવી દીધી હતી.
84 રનમાં 5 વિકેટ પડી ગયા બાદ મેચ રોમાંચક બની ગઈ હતી. આ પછી અક્ષર પટેલ અને રોવમેન પોવેલે ટીમની કમાન સંભાળી હતી. પરંતુ ઝડપી રન લેવાના અનુસંધાનમાં અક્ષર રન આઉટ થયો હતો. તેણે 17 બોલમાં 24 રન બનાવ્યા હતા. 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ટીમને 30 બોલમાં 34 રન કરવાના હતા અને તેની 4 વિકેટ હાથમાં હતી. નરીને 16મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા.
KKRની ખરાબ શરૂઆત
આ પહેલા દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના જવાબમાં KKRની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 35 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર એરોન ફિન્ચ 3 અને વેંકટેશ ઐયર માત્ર 6 રન બનાવી શક્યા હતા. બાબા ઈન્દ્રજીત 6 અને સુનીલ નારાયણ શૂન્ય રને આઉટ થયા હતા. આ પછી કેપ્ટન શ્રેયસ અય્યર અને નીતિશ રાણાએ ટીમની કમાન સંભાળી હતી.
કુલદીપ યાદવ ઉપરાંત ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને પણ દિલ્હી માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. ચેતન સાકરિયા અને અક્ષર પટેલને પણ એક-એક વિકેટ મળી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર