Home /News /ipl /CSK vs MI: ટોસ પર મૂંઝવણ થયા બાદ રોહિત શર્મા અને જાડેજા વચ્ચે થઇ હતી તુંતું-મેંમેં અને પછી...
CSK vs MI: ટોસ પર મૂંઝવણ થયા બાદ રોહિત શર્મા અને જાડેજા વચ્ચે થઇ હતી તુંતું-મેંમેં અને પછી...
IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે મુકાબલો શરૂ થાય તે પહેલા રવીન્દ્ર જાડેજા અને રોહિત શર્મા વચ્ચે કેટલીક નોંકઝોંક થઇ હતી. (IPL ઇન્સ્ટાગ્રામ)
IPL 2022, MI vs CSK: રોહિત કોમેન્ટેટર પાસે જઈને વાત કરે તે પહેલા આ એક ઘટનાએ બંનેને હસવાનો મોકો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે રોહિત અને જાડેજા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે અને બંને વચ્ચેની આ ઘટના જોઈને ખબર પડે છે કે તેમની વચ્ચેનું બોન્ડિંગ કેટલું અદભૂત છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (MI Vs CSK) બંને માટે IPL 2022 અત્યાર સુધી સારું રહ્યું નથી. પરંતુ તેમ છતાં બંને ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ હસવાની તક ઝડપી લીધી છે. ખરેખરમાં IPL 2022 ની 33મી મેચ ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે રમાઈ રહી છે. આ મેચની શરૂઆત પહેલા ટોસ દરમિયાન કંઈક એવું થયું, જેને જોઈને બંને કેપ્ટન હસવા પર મજબૂર થઈ ગયા હતા.
ખરેખરમાં આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ ટોસ જીત્યો હતો. ત્યારપછી તેણે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટોસ માટે હાજર કોમેન્ટેટર નિક નાઈટના પ્રશ્નોના જવાબ આપ્યા બાદ જ્યારે જાડેજા ડગ-આઉટ તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે રોહિતે તેને રોક્યો અને કહ્યું કે,"તમે મને પહેલા બેટિંગ કરવાનું કહ્યું હતું, જેના પર રવિન્દ્રએ જાડેજાએ હસીને કહ્યું કે ના, મેં કહ્યું બોલિંગ. આ પછી નાઈટે રોહિતને પણ કહ્યું કે શું જાડેજાએ તને તેના નિર્ણય વિશે જણાવ્યું નથી.
રોહિત કોમેન્ટેટર પાસે જઈને વાત કરે તે પહેલા આ એક ઘટનાએ બંનેને હસવાનો મોકો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે રોહિત અને જાડેજા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે અને બંને વચ્ચેની આ ઘટના જોઈને ખબર પડે છે કે તેમની વચ્ચેનું બોન્ડિંગ કેટલું અદભૂત છે.
આ મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર રિલે મેરેડિથે મુંબઈ માટે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે ઓફ સ્પિનર રિતિક શોકીનની પણ આ પહેલી આઈપીએલ મેચ છે. આ સિવાય ડેનિયલ સેમ્સ મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે મેચની પ્રથમ ઓવરના બીજા બોલ પર તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ મુંબઈના કેપ્ટન અને ઓપનર રોહિત શર્માને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દીધો હતો. રોહિત જ્યારે આઉટ થયો ત્યારે મુંબઈનું ખાતું પણ ખુલ્યું ન હતું. રોહિતનો કેચ મિશેલ સેન્ટનરે પકડ્યો હતો. આ સાથે રોહિત IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બેટ્સમેન બન્યો છે. તે 14મી વખત ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર