CSK Retain Ravindra Jadeja: ફ્રેન્ચાઇઝી દ્વારા આઇપીએલ 2023ની હરાજી પહેલા રિલીઝ અને રિટેનના અંતિમ દિવસે સૌથી મોટો સવાલ ઉભો થયો હતો કે શું રવિન્દ્ર જાડેજા IPL 2023માં ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમશે. જોકે, ટીમ મેનેજમેન્ટ દ્વારા પહેલા પણ કહેવામાં આવ્યુ હતુ કે રવિન્દ્ર જાડેજા CSKમાં જ રહેશે અને અંતે એવુ જ બન્યુ છે. ચેન્નાઇ સુપરકિંગ્સે રવિન્દ્ર જાડેજાને રિટેન કર્યો છે.
આ સમાચાર બાદ રવિન્દ્ર જાડેજા અને ચેન્નાઇ સુપરકિંગ્સના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.આ વાતને લઇને અફવા ફેલાઇ હતી કે ખુદ જાડેજાએ સામે આવીને કહેવુ પડ્યુ કે બધુ બરાબર નથી ચાલી રહ્યુ.
રિટેન કરવામાં આવ્યા બાદ જાડેજાની પ્રથમ પ્રતિક્રિયા
ચેન્નાઇ સુપરકિંગ્સ દ્વારા આઇપીએલ 2023ની હરાજી પહેલા જેવા જ જાડેજાને રિટેન કરવામાં આવ્યા તેવા જ રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને ફેન્સ માટે પ્રતિક્રિયા આપી હતી, તેમણે ટ્વીટર પર ટીમના કેપ્ટન એમએસ ધોની સાથે પોતાની તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યુ Everything is fine💛 #RESTART.
ચેન્નાઇ સુપરકિંગ્સ દ્વારા રિટેન કરવામાં આવેલા ખેલાડી