Home /News /ipl /IPL 2022: CSKની પ્લેઓફમાં પહોંચવાની 3 ટકા શક્યતા, KKRની આશાઓ ધૂંધળી; જાણો પ્લેઓફનું સંપૂર્ણ ગણિત

IPL 2022: CSKની પ્લેઓફમાં પહોંચવાની 3 ટકા શક્યતા, KKRની આશાઓ ધૂંધળી; જાણો પ્લેઓફનું સંપૂર્ણ ગણિત

CSKની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા 4 ટકા પણ નથી. (પીટીઆઈ)

IPL 2022 Playoff: આ સિઝનમાં ચાર વખત ટાઈટલ જીતનાર CSKની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે. એમએસ ધોની (MS Dhoni)ની આગેવાની હેઠળની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. છેલ્લા ચારમાં સ્થાન મેળવવાની તેની શક્યતા માત્ર 3 ટકા છે. ચાલો આજે અમે તમને આપીએલ 2022 ના પ્લેઓફના ગણિત વિશે જણાવીએ.

વધુ જુઓ ...
  આપીએલ-2022 (IPL 2022) ની સફર અડધાથી વધુ પુરી થઈ ગઈ છે. હવે લીગમાં માત્ર 15 મેચ જ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં ટીમો પ્લેઓફ (IPL Playoff stats)માં જગ્યા બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. રવિવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો 91 રને વિજય થયો હતો. આ સિઝનમાં ચાર વખત ટાઈટલ જીતનાર CSKની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે. એમએસ ધોની (MS Dhoni)ની આગેવાની હેઠળની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. છેલ્લા ચારમાં સ્થાન મેળવવાની તેની શક્યતા માત્ર 3 ટકા છે. ચાલો આજે અમે તમને આપીએલ 2022 ના પ્લેઓફના ગણિત વિશે જણાવીએ.

  ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલમાં ટીમોના પ્લેઓફમાં જવાની સંભાવનાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ આંકડો 8 મે સુધી રમાયેલી મેચોનો છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કઇ ટીમ પોતાની યાત્રા કયા સંભવિત સ્થળે સમાપ્ત કરશે. મુંબઈ ઈન્ડિયન્સ વિશે પહેલી વાત કરીએ તો રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જો તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો તે પાંચમા સ્થાને રહેવાની અપેક્ષા છે.

  ચેન્ન્ઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચવાની કોઇ આશા નથી

  દિલ્હી કેપિટલ્સ સામે રવિવારની જીત બાદ CSKની પ્લેઓફમાં પ્રવેશવાની શક્યતા માત્ર 3.4 ટકા છે. જો CSKની ટીમ તમામ મેચ જીતી જાય છે, તો તે IPL 2022માં સંયુક્ત રીતે ચોથા અથવા ત્રીજા સ્થાને રહી શકે છે. ચેન્નાઈએ હજુ 3 મેચ રમવાની છે. જો કે, CSK સંયુક્ત ત્રીજા સ્થાને રહેવાની શક્યતા 0.3 ટકા છે. કારણ કે આ સમય દરમિયાન ઘણી ટીમોના 14 પોઈન્ટ હશે.

  આ પણ વાંચો- IPL 2022: CSK જોડ-તોડના ગણિતમાં ફસાઇ, ધોનીએ કહ્યું- હું સ્કૂલમાં ગણિતમાં સારો ન હતો

  KKRની આશાઓ ધૂંધળી

  લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં મળેલી હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની આશાઓને આંચકો લાગ્યો છે. હવે ટીમના ટોપ-4માં સ્થાન મેળવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. આ ટીમ 0.2 ટકાથી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહેવાની અપેક્ષા છે. બીજી તરફ પંજાબ કિંગ્સ પાસે ચોથા સ્થાને પહોંચવાની 25 ટકા તક છે. તે ત્રીજા કે ચોથા સ્થાને રહી શકે છે. પરંતુ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે તેવી અપેક્ષા રાખી શકાતી નથી.

  SRH ટોચના ચારમાં આવે તેવી શક્યતા નથી

  રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર્યા બાદ ટોપ-4માં સ્થાન મેળવવાની સનરાઈઝર્સ ટીમની આશાને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉ 42.5 ટકાને આશા હતી કે હૈદરાબાદની ટીમ અંતિમ ચારમાં પોતાની સફર ખતમ કરશે. પણ હવે એવું ઓછું થતું જણાય છે. બીજી તરફ, રવિવારે સનરાઇઝર્સ સામે RCBની જીત બાદ અંતિમ ચારમાં પહોંચવાની તેમની તકો 63 ટકાથી વધીને 89.6 ટકા થઈ ગઈ છે.

  આ પણ વાંચો- Dinesh Karthik: કાર્તિકની 'કિલર' ઇનિંગ્સ પર કોહલીને વિશ્વાસ હતો... નમીને કરી સલામ, ફોટો વાયરલ

  રાજસ્થાને અંતિમ ચારમાં પહોંચવાનું નક્કી કર્યું હતું

  શનિવારે આઈપીએલમાં મેચના પરિણામ બાદ રાજસ્થાન રોયલનું અંતિમ ચારમાં પહોંચવાનું નિશ્ચિત છે. તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા 93.8 ટકાથી વધીને 95.9 ટકા થઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની આ પ્રથમ સિઝન છે. બંને ટીમોનું અંતિમ ચારમાં સ્થાન નિશ્ચિત છે. જો બંને ટીમો તેમની બાકીની મેચ હારી જાય તો પણ તેઓ બાકીની બે ટીમો સાથે અંતિમ ચારમાં રહેશે.

  આ ટીમો પ્લેઓફની પ્રબળ દાવેદાર છે

  ટૂંકમાં લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચવા માટે તૈયાર છે. કારણ કે હાલમાં આ તમામ ટીમો પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં સામેલ છે. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રાજસ્થાન રોયલ્સ અને એમઆઇને અંતિમ ચારમાંથી બહાર રાખવું ખૂબ મુશ્કેલ છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: CSK, IPL 2022, IPL Latest News, આઇપીએલ, આઇપીએલ ટીમ

  विज्ञापन
  विज्ञापन