નવી દિલ્હીઃ આઇપીએલ 2020 (IPL 2020)ની 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Banglore)ને 6 વિકેટથી હરાવી દીધું. આ જીતની સાથે જ દિલ્હી કેપિટલ્સે આઇપીએલ પ્લેઓફ (IPL 2020 Playoff)માં સ્થાન પાકું કરી દીધું છે. પોઇન્ટ ટેબલમાં દિલ્હીને બીજું સ્થાન મળ્યું છે અને હવે તેણે આઇપીએલ ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળશે. દિલ્હી કેપિટલ્સ હવે 5 નવેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની વિરુદ્ધ પહેલી ક્વોલિફાયર રમશે. દિલ્હી કેપિટલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવવા માટે એક એવો જોરદાર માસ્ટર સ્ટ્રોક રમ્યો જેના કારણે તેને જીત મળી.
દિલ્હીનો માસ્ટર સ્ટ્રોક
RCB સામે દિલ્હી કેપિટલ્સનો માસ્ટર સ્ટ્રોક બીજું કોઈ નહીં પરંતુ અજિંક્ય રહાણેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવાનો હતો. દિલ્હી કેપિટલ્સે ટોસ બાદ જ્યારે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી તો તેમાં અજિંક્ય રહાણે અને પૃથ્વી શૉ બંને સામેલ હતા. રહાણે છેલ્લી પાંચ મેચોમાં માત્ર 10ની સરેરાશથી રન કરી શક્યો હતો, તેમ છતાંય દિલ્હી કેપિટલ્સે તેના અનુભવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. દિલ્હી કેપિટલ્સનો ભરોસો કામ પણ આવ્યો અને રહાણેએ મેચમાં સૌથી વધુ 60 રન કર્યા.
46 બોલ રમનારા રહાણેની સ્ટ્રાઇક રેટ 130થી વધુ રહી. રહાણે જ્યારે ક્રીઝ પર આવ્યો તો ટીમે પૃથ્વી શૉની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ તેણે ધવનને પૂરતો સાથ આપ્યો. રહાણેએ શરૂઆતમાં બોલ પર પોતાની નજર જમાવી અને ત્યારબાદ ખુલીને પોતાના શોટ દર્શાવ્યા. આ કલાત્મક બેટ્સમેને 5 ફોર અને 1 સિક્સર સાથેની પોતાની ઇનિંગથી દિલ્હી કેપિટલ્સને એક સરળ જીત અપાવી. રહાણેએ ધવનની સાથે 88 રનની પાર્ટનરશીપ કરી.
અજિંક્ય રહાણે પોતાની ઇનિંગથી ખૂબ ખુશ લાગ્યો. તેણે ખુશી એ વાતની હતી કે એક અગત્યની મેચમાં તેણે સારી બેટિંગ કરી એન દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં પહોંચાડી. રહાણેએ જણાવ્યું કે હેડ કોચ રિકી પોન્ટિંગે તેની પર ભરોસો વ્યક્ત કર્યો અને કહ્યું કે ત્રીજા નંબર પર બેટિંગ કરવાની છે. પોન્ટિંગના ભરોસાની લાજ રહાણેએ રાખી. નોંધનીય છે કે, રહાણે આ સીઝન પહેલા રાજસ્થાન રોયલ્સ માટે રમતો હતો પરંતુ આ ટીમે તેને દિલ્હી કેપિટલ્સને ટ્રાન્સફર કરી દીધો. રસપ્રદ વાત એ છે કે રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરે રહી અને રહાણેની દિલ્હી કેપિટલ્સ હવે મુંબઈની વિરુદ્ધ ક્વોલિફાયર રમશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર