Home /News /ipl /

IPL 2022: જે ખેલાડીને આઇપીએલના મેગા ઓક્શનમાં કોઇએ ખરીદ્યો નહીં, તેણે 15 દિવસમાં 3 સદી ફટકારી

IPL 2022: જે ખેલાડીને આઇપીએલના મેગા ઓક્શનમાં કોઇએ ખરીદ્યો નહીં, તેણે 15 દિવસમાં 3 સદી ફટકારી

County championship division Two: ચેતેશ્વર પૂજારાએ સતત ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. (Sussex Instagram)

County championship division Two: ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં પણ એકંદરે સારું પ્રદર્શન કર્યું છે. તેણે 95 મેચમાં 44ની એવરેજથી 6713 રન બનાવ્યા છે. તેણે 18 સદી અને 32 અડધી સદી ફટકારી છે. એટલે કે 50 વખત 50 થી વધુ રન બનાવ્યા છે. તેણે અણનમ 204 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સાથે પુજારા ફરી એકવાર ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે.

વધુ જુઓ ...
    ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)એ ફરી એકવાર શાનદાર ફોર્મ હાંસલ કર્યું છે. ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી કાઉન્ટી ક્રિકેટમાં (County championship division Two) તેણે સતત ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. તેણે 15 દિવસમાં આ 3 સદી ફટકારી છે. આ દરમિયાન તેણે મેચમાં બેવડી સદી ફટકારીને ટીમની હાર ટાળી દીધી હતી. તે સસેક્સ (Sussex) તરફથી રમી રહ્યો છે. પુજારાને ભૂતકાળમાં ખરાબ પ્રદર્શનને કારણે ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી IPL 2022ની મેગા હરાજીમાં કોઈપણ ટીમે તેના પર દાવ લગાવ્યો નથી. આ પછી પૂજારા ઈંગ્લેન્ડ ગયો અને કાઉન્ટી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું.

    ચેતેશ્વર પૂજારાની અણનમ સદીથી સસેક્સને ડરહામ સામે મોટી લીડ લેવામાં મદદ મળી હતી. સસેક્સે 4 દિવસીય મેચના બીજા દિવસે રમતના અંત સુધી પ્રથમ દાવમાં 103 ઓવરમાં 5 વિકેટે 362 રન બનાવ્યા હતા. ડરહમે પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા છે. આ રીતે તેને 139 રનની લીડ મળી છે. ચેતેશ્વર પુજારા 186 બોલમાં 128 રન બનાવીને રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 16 ચોગ્ગા ફટકાર્યા છે. ટોમ ક્લાર્ક 50 અને ટોમ હેન્સ 54 રન બનાવીને આઉટ થયા હતા. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન પૂજારા સાથે 5 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. IPL સિવાય ચાહકો પૂજારા-રિઝવાનની બેટિંગની પણ રાહ જોતા હશે.



    ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 53મી સદી

    34 વર્ષીય ચેતેશ્વર પૂજારાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ 53મી સદી છે. અગાઉ તેણે ડર્બીશાયર સામે અણનમ 6 અને 201 અને વોરવિકશાયર સામે 109 અને 12 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા તેણે ફર્સ્ટ ક્લાસની 228 મેચમાં 51ની એવરેજથી 17276 રન બનાવ્યા છે. જેમાં 52 સદી અને 70 અડધી સદી હતી. એટલે કે તેણે 123મી વખત 50થી વધુ રનની ઇનિંગ રમી છે. 352 રન તેનો સૌથી મોટો સ્કોર રહ્યો છે.

    આ પણ વાંચો- IPL 2022: વિરાટ કોહલીની 14 ઇનિંગ્સની રાહ પૂર્ણ, નંબર-1 ટીમ સામે અડધી સદી ફટકારી

    ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં પણ એકંદરે સારું પ્રદર્શન કર્યું છે. તેણે 95 મેચમાં 44ની એવરેજથી 6713 રન બનાવ્યા છે. તેણે 18 સદી અને 32 અડધી સદી ફટકારી છે. એટલે કે 50 વખત 50 થી વધુ રન બનાવ્યા છે. તેણે અણનમ 204 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સાથે પુજારા ફરી એકવાર ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cheteshwar pujara, Cricket News Gujarati, IPL 2022, IPL Latest News, Team india

    આગામી સમાચાર