Home /News /ipl /IPL 2022: દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાનો કેસ આવતા ટ્વિટર પર IPL રદ્દ કરવાની માંગ ઉઠી
IPL 2022: દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાનો કેસ આવતા ટ્વિટર પર IPL રદ્દ કરવાની માંગ ઉઠી
દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર મિશેલ માર્શનો રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. (PIC-DC/Instagram)
IPL 2022: થોડા દિવસો પહેલા દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. દિલ્હી કેમ્પમાં કોરોનાની એન્ટ્રીના સમાચાર સાંભળતા જ સોશિયલ મીડિયા ટ્વિટર પર Cancel IPL કરો ટ્રેન્ડ કરી રહ્યું છે.
IPLની 15મી સિઝન (IPL 2022) માં કોરોના (CoronaVirus)એ ઘૂષણખોરી કરી છે. દિલ્હી કેપિટલ્સનો ઓલરાઉન્ડર મિશેલ માર્શ (mitchell marsh) કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ આખી ટીમને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવી છે. દિલ્હીની ટીમ સોમવારે પુણે જવા રવાના થવાની હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને છેલ્લી ઘડીએ ચેપ લાગતાં પ્રવાસ અટકાવી દેવામાં આવ્યો હતો. દિલ્હીની ટીમ હાલમાં મુંબઈની એક હોટલમાં ક્વોરેન્ટાઈન છે. હવે બે દિવસ સુધી આ ખેલાડીઓનો ડોર ટુ ડોર કોરોના ટેસ્ટ થશે.
જોકે, થોડા દિવસો પહેલા દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. દિલ્હી કેમ્પમાં કોરોનાની એન્ટ્રીના સમાચાર સાંભળતા જ સોશિયલ મીડિયા ટ્વિટર પર Cancel IPL કરો ટ્રેન્ડ કરી રહ્યું છે.
લોકો ટ્વિટર પર સતત મીમ્સ શેર કરી રહ્યા છે. અગાઉ ગયા વર્ષે એટલે કે 2021માં IPLમાં કોરોનાના કેસ આવ્યા બાદ તેને સ્થગિત કરવામાં આવી હતી. તે સમયે ભારતમાં 29 મેચ રમાઈ હતી.
IPLની 14મી સિઝનનો બીજો તબક્કો UAEમાં યોજાયો હતો. ભારતમાં કોરોનાની ગંભીરતાને જોતા બીસીસીઆઈએ ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાતમાં 31 મેચ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
હાલમાં ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. વર્તમાન સિઝનની વાત કરીએ તો આ IPLમાં IPLની 29મી મેચ રવિવારે રાત્રે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે નંબર વન પર છે. સીએસકેની છ મેચોમાં આ પાંચમી હાર હતી. CSK પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર