Home /News /ipl /IPL 2022માં બોલરોનું વર્ચસ્વ, છેલ્લી 5 સિઝનની સરખામણીમાં સૌથી વધુ વિકેટો ઝડપી

IPL 2022માં બોલરોનું વર્ચસ્વ, છેલ્લી 5 સિઝનની સરખામણીમાં સૌથી વધુ વિકેટો ઝડપી

ઉમરાન મલિક પણ એકવાર 5 વિકેટની ક્લબમાં સામેલ થયો હતો. (PIC. WisdonIndia/Twitter)

IPL 2022: કુલદીપ આ સિઝનમાં સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર ખેલાડી છે. આ સિઝનમાં 42 મેચોમાં કુલ 519 વિકેટ પડી છે, જે ગત સિઝન કરતાં 26 વિકેટ વધુ છે. 5 સિઝનમાં આ માત્ર બીજી વખત છે, જ્યારે પ્રથમ 42 મેચમાં 500થી વધુ વિકેટ પડી હોય.

ટી-20 ક્રિકેટને બેટ્સમેનોની રમત કહેવામાં આવે છે, પરંતુ આઇપીએલ (IPL 2022) માં આ વખતે બોલરોનો દબદબો છે. પ્રથમ 42 મેચોમાં આ સ્પષ્ટપણે જોવા મળતું હતું. જેમાંથી 18 મેચો કાં તો બોલરોએ અથવા તો ઓલરાઉન્ડરોએ પોતાના દમ પર બોલિંગ કરીને જીતી છે. બોલરને 42 માંથી 18 વખત પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે 5 સિઝનમાં બોલરે સૌથી વધુ વખત આ એવોર્ડ જીત્યો છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Calpitls)ના કુલદીપ યાદવ (Kuldip Yadav)ને સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કુલદીપ આ સિઝનમાં સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર ખેલાડી છે. આ સિઝનમાં 42 મેચોમાં કુલ 519 વિકેટ પડી છે, જે ગત સિઝન કરતાં 26 વિકેટ વધુ છે. 5 સિઝનમાં આ માત્ર બીજી વખત છે, જ્યારે પ્રથમ 42 મેચમાં 500થી વધુ વિકેટ પડી હોય.

આ પણ વાંચો- IPL 2022: વિરાટ કોહલી સામે ઘૂંટણિયે બેસ્યો જીતનો હીરો તેવટિયા, લોકોએ કોહલીને લીધો આડે હાથ

17 વખત બોલરોએ 4 કે તેથી વધુ વિકેટ લીધી છે

આ સિઝનમાં બોલરોના વર્ચસ્વની વાત કરીએ તો IPL 2022માં અત્યાર સુધીમાં 17 વખત બોલરોએ 4 કે તેથી વધુ વિકેટ લીધી છે. જે 5 સિઝનમાં રેકોર્ડ છે. છેલ્લી સિઝનમાં 13 વખત, 2020માં 8 વખત, 2019માં 10 વખત અને 2018માં 9 વખત બોલરોએ 4 કે તેથી વધુ વિકેટ લીધી હતી. ચહલ અને ઉમરાન એક વખત 5 વિકેટની ક્લબમાં સામેલ થયા છે.

આ પણ વાંચો- 9 વર્ષથી ક્રિકેટ માટે ઘર ના ગયો, માતા-પિતાને પણ ન સાંભળ્યા, હવે IPLમાં કર્યું શાનદાર ડેબ્યૂ

ઉમરાન મલિક કોહરામ મચાવી રહ્યો છે

IPLની આ સિઝનની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ કુલ 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. ગુજરાત પછી રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ સાથે બીજા અને લખનૌ 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. લીગમાં ખરાબ શરૂઆત બાદ જોરદાર વાપસી કરનાર સનરાઈઝર્સ હૈદરાબાદ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. હૈદરાબાદનો ઉમરાન મલિક IPLની આ સિઝનમાં પોતાના ઝડપી બોલથી હંગામો મચાવી રહ્યો છે. તેણે ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટ લીધી હતી. જ્યારે પંજાબ કિંગ્સ સામે 4 વિકેટ લીધી હતી.
First published:

Tags: Cricket News Gujarati, IPL 2022, IPL Latest News, Umran Malik, આઇપીએલ