IPL 2022 Ambati Rayudu Retirement: આઈપીએલ 2022નો (IPL 2022) અંત ક્રિકેટ રસિયાઓ માટે દુખદ બનતો જઈ રહ્યો છે. ખાસ કરીને ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) માટે આ સિઝન સારી રહી નથી અને તેવામાં એક બાદ એક ફટકા પડી રહ્યા છે. પહેલાં સીએસકેના કેપ્ટન (CSK Captain) જાહેર કરાયેલા જાડેજાએ કેપ્ટનશીપ છોડી બાદમાં ટીમમાંથી આઉટ થઈ ગયો,હવે સ્ટાર ખેલાડી અંબાતી રાયુડુએ (Ambati Rayudu Retirement) આઈપીએલ 2022માંથી નિવૃતી જાહેર કરી દેતા ચેન્નાઈને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે, થોડીવાર બાદ રાયુડુની પ્રોફાઈલમાંથી આ ટ્વીટ ડિલિટ થઈ ગયું હતું.
અંબાતી રાયુડુએ નિવૃતીનો સંદેશો ટ્વીટર પર લખતા જણાવ્યું કે, જણાવતા આનંદ થાય છે કે આ મારી અંતિમ આઈપીએલ છે, છેલ્લા 13 વર્ષમાં હું બે મહાન ટીમનો ભાગ રહ્યો, મારા માટે આ સમય ખૂબ સારો રહ્યો. મારી આ સુંદર સફર માટે હું મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સનો આભારી છું'
જોકે, રાયુડુનું આ ટ્વીટ થોડીવાર બાદ ડિલિટ થઈ ગયું હતું. સૂત્રોના મતે સીએસકેના સીઈઓએ રાયુડુની નિવૃતીના સમાચારને ફગાવી દીધા અને કહ્યું કે રાયુડુ નિવૃત થઈ રહ્યો નથી.
રાયુડુનું આ ટ્વીટ થોડીવાર બાદ ડિલિટ થઈ ગયું
Ambati Rayudu: ODI કેરિયર
અંબાતી રાયુડુએ વર્ષ 2013માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યુ હતું. તેણે 55 વનડે ODI મેચમાં 1694 રન બનાવ્યા હતા. રાયુડુએ વનડેમાં 3 શદી અને 10 ફિફ્ટી મારી હતી. વર્ષ 2016માં રાયુડુનું ટી-20 ડેબ્યૂ થયું હતું. જેમાં રાયુડુએ કુલ 6 મેચ ભારત માટે રમી અને 42 રન બનાવ્યા હતા. રાયુડુને ટી-20માં વહેલી તક મળી શકી નહોતી.
Ambati Rayudu: IPLનું કેરિયર
અંબાતી રાયુડએ આઈપીએલમાં કુલ 187 મેચ રમી. આ પૈકીના 174 મેચમાં 4187 રન બનાવ્યા હતા. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 100 રન અણનમ હતો. રપાયુડુએ આઈપીએલમાં 1 સદી 22 ફિફ્ટી મારી હતી. આઈપીએલમાં રાયુડુે કુલ 349 ચોગ્ગા અને 1164 છગ્ગા માર્યા હતા.
Ambati Rayudu: 2019ના વિશ્વકપનો વિવાદ
રાયુડુ વર્ષ 2019માં રમાયેલા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની ટીમમાં સ્થાન મેળવી શકયો નહોતો. ત્યારબાદ તેણે અચાનક આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી હતી. રાયુડુ એ વખતે ચોથા ક્રમનો દાવેદાર માનવામાં આવતો હતો. તેને ટીમમાં સ્થાન ન મળવાના કારણે ટીમ વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કરી શકવામાં ટૂંકી પડી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર