Home /News /ipl /

Gujarat Titans Road Show: ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા

Gujarat Titans Road Show: ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ શો.

આ રોડ શોમાં ગુજરાત ટાઈટન્સના તમામ ખેલાડી અને મેમ્બરો જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવ્યું છે. રોડ શોને પગલે તમામ રસ્તા પર ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    IPL 2022ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ની ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમને હરાવી ભવ્ય વિજય મેળવ્યો છે. આઇપીએલની 15મી સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ ટીમની જીતની ભવ્ય ઉજવણી આજે અમદાવાદમાં કરી રહ્યું છે. અમદાવાદમાં ભવ્ય રોડ શો (Gujarat Titans road show) દરમિયાન રોડ પર શહેરના લોકો ગુજરાત ટીમનું અભિવાદન કરી રહ્યા છે. આ ભવ્ય રોડ શો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી જશે. આ રોડ શોમાં ગુજરાત ટાઈટન્સના તમામ ખેલાડી અને મેમ્બરો જોડાયા છે.

    ગુજરાત ટાઇટન્સની આખી ટીમ ખુલ્લી બસમાં સવાર થઇ અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાની સેના આશ્રમ રોડ પર પહોંચી દઇ છે. જ્યાં ચાહકો તેમનું સ્વાગત કરી રહ્યા છે. ત્યાં જ હાર્દક પંડ્યા પણ ચાહકોનો હાથ હલાવીને આભાર માની રહ્યો છે.



    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રોડ શોને પગલે તમામ રસ્તા પર ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાં જ હોમટીમના અભિવાદન માટે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. જે પોતાની ટીમનું અભિવાદન કરી રહી છે. અને તેમને શુભેચ્છાઓ પાઠવી રહી છે.



    ગુજરાત ટાઇટન્સના રોડ શોને લઇ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સની જીત બાદ આજે ઉસ્માનપુરાથી રોડ શો યોજાવાનો છે, જેમાં પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં રોડ શો દરમિયાન ટ્રાફિક ડાઇવર્ઝન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ રોડ શો કુલ 6 કિલોમીટરનો છે.

    આ પણ વાંચો- ગુજરાત ટાઇટન્સે રાજ્યના CMને બેટ ભેટમાં આપ્યું

    રોડ શો પહેલા ગુજરાત ટાઈટન્સની ટીમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમા ગુજરાત ટાઈટન્સની મુખ્યમંત્રી સાથે મુલાકાત થઇ હતી. જેમા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને આ દરમિયાન ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને અન્ય ખેલાડીઓએ ગુજરાતની જનતા પાસેથી મળેલા અભુતપૂર્ણ પ્રેમ અને સપોર્ટના વખાણ કર્યા હતા. ત્યાં જ ગુજરાત ટાઇટન્સના ઓનરે રાજ્ય સરકારને ટીમના તમામ ખેલાડીઓની સાઇનવાળું બેટ પણ ભેટમાં આપ્યું હતું. આ બેટનું ઓક્શન કરવામા આવશે અને તેનાથી પ્રાપ્ત થતી રકમને રાજ્યના કન્યા કેળવણી માટે દાન કરવામાં આવશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat titans, Gujarati news, Hardik pandya latest news, IPL Latest News

    આગામી સમાચાર