Home /News /ipl /IPL 2022 માં ખરાબ પ્રદર્શન બાદ પસંદગીકારો વિરાટ કોહલી સાથે વાત કરશે, ટીમ ઈન્ડિયામાંથી શું મળશે રજા?
IPL 2022 માં ખરાબ પ્રદર્શન બાદ પસંદગીકારો વિરાટ કોહલી સાથે વાત કરશે, ટીમ ઈન્ડિયામાંથી શું મળશે રજા?
IPL 2022માં વિરાટ કોહલીએ 12 મેચ રમી છે. પરંતુ તેના બેટમાંથી માત્ર એક જ અડધી સદી નીકળી છે. (પીટીઆઈ)
IPL 2022, Virat Kohli: વિરાટ કોહલીએ IPL 2022 પહેલા બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઈરાદા સાથે ભારતીય ટી-20 ટીમ તેમજ RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી. પરંતુ તેના નિર્ણયનો કોઈ ફાયદો થતો જણાતો નથી. કારણ કે તે IPLની આ સિઝનમાં ત્રણ વખત ગોલ્ડન ડક બની ચૂક્યો છે અને તેણે 12 મેચમાં 19ની એવરેજથી 216 રન બનાવ્યા છે.
આઇપીએલ (IPL 2022) માં વિરાટ કોહલી (Virat Kohli)નું નિરાશાજનક પ્રદર્શન ચાલુ છે. આઈપીએલના ઈતિહાસ (IPL History)માં આ તેની સૌથી ખરાબ સીઝન છે. તે ત્રણ વખત ગોલ્ડન ડક. એટલે કે તે પહેલા બોલ પર આઉટ થઈ ગયો છે. કોહલીના ખરાબ ફોર્મને જોતા તેને ક્રિકેટમાંથી બ્રેક આપવાની માંગ કરવામાં આવી રહી છે. આઈપીએલ બાદ ભારત જૂનમાં દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. બંને દેશો વચ્ચે 5 ટી-20ની શ્રેણી પ્રસ્તાવિત છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી IPL પ્લેઓફ દરમિયાન કરવામાં આવશે. એવી માહિતી સામે આવી રહી છે કે આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરતા પહેલા ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ વિરાટ કોહલી સાથે વાત કરશે અને એ જાણવાનો પ્રયાસ કરશે કે શું ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલો કોહલી બ્રેક લેવા માંગે છે?
ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના એક સભ્યએ ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું, “આ એક એવો તબક્કો છે જેમાંથી દરેક ખેલાડી પસાર થાય છે અને વિરાટ પણ આ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તે ચોક્કસપણે આને દૂર કરશે. પરંતુ પસંદગીકારો તરીકે આપણે પહેલા ટીમ વિશે વિચારવું પડશે. અમે તેની સાથે વાત કરીશું કે તે ક્રિકેટમાંથી બ્રેક ઈચ્છે છે કે ખોવાયેલું ફોર્મ પાછું મેળવવાની લડાઈ ચાલુ રાખવા માંગે છે. જો કે, ઇનસાઇડસ્પોર્ટ અનુસાર, કોહલીને દક્ષિણ આફ્રિકા શ્રેણી તેમજ આયર્લેન્ડ પ્રવાસમાંથી આરામ આપવામાં આવી શકે છે.
વિરાટે આરામ કેમ?
વિરાટ કોહલીએ IPL 2022 પહેલા બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઈરાદા સાથે ભારતીય ટી-20 ટીમ તેમજ RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી. પરંતુ તેના નિર્ણયનો કોઈ ફાયદો થતો જણાતો નથી. કારણ કે તે IPLની આ સિઝનમાં ત્રણ વખત ગોલ્ડન ડક બની ચૂક્યો છે અને તેણે 12 મેચમાં 19ની એવરેજથી 216 રન બનાવ્યા છે. આ સિઝનમાં તે માત્ર એક જ વાર પચાસ રનનો આંકડો પાર કરી શક્યો છે. તેણે 100થી વધુ ઇનિંગ્સ થઈ ગઈ પણ હજી સદી ફટકારવામા નાકામ રહ્યો છે.
પૂર્વ કોચ રવિ શાસ્ત્રીની સલાહ બાદ તેણે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ઓપનિંગ કરી હતી. પરંતુ આ દાવ પણ નિષ્ફળ ગયો હતો. IPLની આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 110ની આસપાસ છે, જે તેની ક્ષમતાના ખેલાડીની ક્ષમતા કરતા ખુબ ઓછો છે.
આમ તો આઈપીએલનું પ્રદર્શન દરેક વખતે ટીમ ઈન્ડિયામાં પસંદગી પામવાનું માપ નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ કોહલી ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ જ કારણ છે કે પસંદગીકારો આગામી શ્રેણી માટે કોહલીને પસંદ કરતા પહેલા તેની સાથે વાત કરવા માંગે છે.
કોહલીએ બ્રેક અંગે ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી ન હતી
ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, માઈકલ વોન ઉપરાંત ઘણા દિગ્ગજોએ પણ કહ્યું છે કે કોહલી ખરાબ રીતે રમી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક લેવો જોઈએ. જો કે કોહલીએ હજુ સુધી આ અંગે પસંદગીકારો કે ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી નથી. અત્રે એ પણ નોંધનીય છે કે કોહલી હવે સુકાની રહ્યો નથી તેથી તેને હવે કેપ્ટનશીપને લઇ કોઇ ચિંતા નથી.
જે રીતે સિનિયર ખેલાડીઓ અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ખરાબ ફોર્મના આધારે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા, વિરાટ સાથે પણ આવું જ કંઈક થઈ શકે છે. જો કે, કોહલીને એક મોટો ખેલાડી માનતા પસંદગીકારો આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની સાથે એક વખત વાત કરવાનું પસંદ કરશે.
બીસીસીઆઈ માટે ટી-20 વર્લ્ડ કપ મહત્વપૂર્ણ છે
ટી-20 વર્લ્ડ કપ પણ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે. ભારત લાંબા સમયથી ICC ટ્રોફી જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં બીસીસીઆઈની નજર આ વખતે દુષ્કાળને ખતમ કરવા પર છે. ટીમમાં સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન જેવા ખેલાડીઓ છે. ત્યાં જ અન્ય ઘણા ખેલાડીઓ છે જે સતત ટીમ ઈન્ડિયાનો દરવાજો ખટખટાવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોહલીનું કંગાળ ફોર્મ ચાલુ રહેશે તો તેની ટીમમાંથી ડ્રોપ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
મંત્રણા બાદ જ બ્રેક અંગે નિર્ણય લેવાશેઃ પસંદગીકાર
ટીમ ઈન્ડિયાના સિલેક્ટરે આ મુદ્દે ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું કે, કોહલી 33 વર્ષનો છે અને એક વર્ષમાં લગભગ 40-50 મેચ રમે છે. સ્વાભાવિક છે કે તેની અસર તેના શરીર પર પડે. શું તેઓને છોડી દેવા જોઈએ તે એક પ્રશ્ન છે જેનો જવાબ પછીથી આપી શકાય છે. વિરાટે ભારતીય ક્રિકેટ માટે આ પદ અને સન્માન મેળવવા માટે ઘણું કર્યું છે. જો તેને બ્રેક જોઈએ છે, તો તેને બ્રેક મળશે, પરંતુ તે તેની સાથે વાત કર્યા પછી જ શક્ય બનશે."
તમને જણાવી દઈએ કે ટીમની પસંદગી આઈપીએલ 2022ના પ્લેઓફ દરમિયાન સાઉથ આફ્રિકા સામેની 5 ટી-20 સીરીઝ માટે કરવામાં આવશે. પસંદગીકારો રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે પસંદગીની બેઠક પહેલા કોહલી સાથે વાત કરશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર