Home /News /ipl /IPLની ફિનાલેમાં રિલીઝ થયું 'લાલ સિંહ ચઢ્ઢા'નું ટ્રેલર, આમિર ખાને રચ્યો ઇતિહાસ

IPLની ફિનાલેમાં રિલીઝ થયું 'લાલ સિંહ ચઢ્ઢા'નું ટ્રેલર, આમિર ખાને રચ્યો ઇતિહાસ

આમિર ખાન રચશે ઇતિહાસ

Lal Singh Chaddha Trailer Launch: આમિર ખાનની લાલસિંહ ચઢ્ઢાનું ટ્રેલર IPLની ફિનાલે સમયે લોન્ચ થયું છે. આવું પહેલી વખત બન્યું કે કોઈ ફિલ્મના ટ્રેલરને મેગા ક્રિકેટિંગ ઈવેન્ટ દરમિયાન ઈન્ડિયન ટેલિવિઝન પર રિલીઝ કરવામાં આવ્યું.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું ટ્રેલર આજે 29 મેનાં રોજ IPLની ફાઇનલ મેચ દરમિયાન આમિર ખાને (Aamir Khan) લોન્ચ કર્યું છે. ત્યારે એ પહેલાં જ તેણે મુંબઇમાં શનિવારે સાંજે ટ્રેલરનો સ્પેશલ પ્રીવ્યું શોનું આયોજન કર્યું હતું. જેમાં ઘણાં બધા સેલિબ્રિટીઝ અને ઇન્ડસ્ટ્રીનાં સભ્યોએ હાજરી આપી હતી. આ સમયે આમિર ખાને મીડિયા કર્મચારીઓ અને ફેન્સની સાથે 'પાણીપુરી'ની લુત્ફ ઉઠાવી હતી. જેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

આમિર ખાન રચશે ઇતિહાસ
આમિરની આ ફિલ્મનું ટ્રેલર બીજા ટાઇમ આઉટ સમયે રિલીઝ કરવામાં આવ્યું. આ સાથે જ આમિર ખાન મેચનું હોસ્ટિંગ કરતો પણ નજર આવ્યો. આ માટે આમિર ખાને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આવું પહેલી વખત બનશે કે કોઇ મેચ દરમિયાન ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હોય. પહેલેથી જ IPLની મેચ માટે લોકોનાં મનમાં અનેરો ઉત્સાહ છે. તેમાં ટ્રેલર લોન્ચની માહિતી મળવાથી ફેન્સ ઉત્સાહિત છે. તેઓ ફિલ્મ પ્રમોશનનાં આ નવાં આઇડિયાથી ખુબજ ખુશ છે.







આમિર ખાને પાણી પુરીની ઉઠાવી મજા
'લાલ સિંહ ચઢ્ઢા'ના ટ્રેલરના સ્પેશિયલ પ્રીવ્યુ દરમિયાન આમિર ઈવેન્ટ વેન્યુની બહાર ફોટોગ્રાફર્સને પોઝ પણ આપતો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં આમિર વ્હાઈટ ટી-શર્ટ, પિંક શર્ટ અને હેરમ પેન્ટ પહેર્યું હતું. પહેલી વખત કોઈ ફિલ્મના ટ્રેલરને મેગા ક્રિકેટિંગ ઈવેન્ટ દરમિયાન ઈન્ડિયન ટેલિવિઝન પર રિલીઝ કરવામાં આવી રહ્યું છે.

આમિર ખાન સ્ટાર આ ફિલ્મમાં કરિના કપૂર પણ લિડ રોલમાં છે. ફિલ્મ આ 11 ઓગસ્ટ 2022નાં રોજ રિલીઝ થાય તેવી વાતો છે.
First published: