IPL 2022: 19 વર્ષનો આ ખેલાડી રહે છે ભાડાના મકાનમાં, હવે IPLના પગારથી માતા-પિતા માટે ઘર ખરીદશે
IPL 2022: 19 વર્ષનો આ ખેલાડી રહે છે ભાડાના મકાનમાં, હવે IPLના પગારથી માતા-પિતા માટે ઘર ખરીદશે
19 વર્ષીય બેટ્સમેન તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 2 મેચ રમી છે. (મુંબઈ ઈન્ડિયન્સ ઈન્સ્ટાગ્રામ)
IPL 2022: ડાબોડી બેટ્સમેને આગળ કહ્યું, "જે દિવસે IPLની હરાજી ચાલી રહી હતી, 'તેના કોચ સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. હરાજીમાં મારી કિંમતી વધી રહી છે તે જોઈને કોચની આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે મારી પસંદગી થઈ ત્યારે મેં મારા માતા-પિતાને ફોન કર્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નવા ખેલાડીઓ માટે એક મોટું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ દ્વારા ઘણા ખેલાડીઓ રાતોરાત સ્ટાર બની જાય છે. આવો જ એક ખેલાડી છે 19 વર્ષીય તિલક વર્મા (Tilak Varma). તે IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમી રહ્યો છે. આ તેની ડેબ્યુ સીઝન છે. તેણે અત્યાર સુધી માત્ર 2 મેચ રમી છે. પરંતુ આમાં તેણે પોતાની પ્રતિભા બતાવી છે. ડાબોડી બેટ્સમેનને ફેબ્રુઆરીમાં યોજાયેલા મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે રૂ. 1.7 કરોડમાં ખરીદ્યો હતો. સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં કેપ્ટન રોહિત શર્માએ તિલકને રમવાની તક આપી અને તે કેપ્ટનની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે.
ભલે મુંબઈ તેની બંને મેચ હારી ગયું હોય પણ તિલકે પોતાની યોગ્યતા પુરવાર કરી દીધી છે. તેણે પ્રથમ મેચમાં 22 અને બીજી મેચમાં 61 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 173 હતો. તિલક વર્મા હૈદરાબાદ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. હૈદરાબાદથી મુંબઈ ઈન્ડિયન્સ સુધીની સફર તેના માટે સરળ રહી નથી. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. પરંતુ તિલકનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો પણ તેને આ સ્થાને લઈ આવ્યો છે. તે 2020માં અંડર-19 વર્લ્ડ કપ રમનાર ભારતીય ટીમનો ભાગ હતો. પરંતુ તે પછી તે તેની છાપ છોડી શક્યો નહીં. જો કે આ પછી તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણોસર તેને IPL 2022 માટે મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો.
મેં પ્રારંભિક તબક્કામાં નાણાકીય તંગીનો સામનો કર્યો: તિલક
તિલકે તેના ઘરની આર્થિક સ્થિતિ વિશે ક્રિકબઝ સાથે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું,જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. મારા પિતાનો પગાર બહુ વધારે ન હતો. તેમના પગારમાંથી મારા ક્રિકેટ અને મોટા ભાઈના ભણતરનો તમામ ખર્ચ થતો હતો. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે. સ્પોન્સરશિપ અને મેચ ફીના કારણે હવે હું ક્રિકેટ ટ્રેનિંગનો ખર્ચ ઉઠાવી રહ્યો છું.
'મારી પસંદગી પર કોચની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા'
તિલકે આગળ કહ્યું, 'અમારી પાસે પોતાનું ઘર નથી. તેથી આ આઈપીએલમાંથી હું જે કંઈ કમાઈશ તે મારું એક જ સપનું છે કે લીગના પગારમાંથી હું મારા માતા-પિતા માટે ઘર મેળવી શકું. આ આઈપીએલના પૈસાના કારણે મને મુક્તપણે ક્રિકેટ રમવાની આઝાદી મળશે. તિલકે જણાવ્યું કે જ્યારે તેને IPL માટે પસંદ કરવામાં આવ્યો ત્યારે તેનો પરિવાર અને કોચ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
ડાબોડી બેટ્સમેને આગળ કહ્યું, "જે દિવસે IPLની હરાજી ચાલી રહી હતી, 'તેના કોચ સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. હરાજીમાં મારી કિંમતી વધી રહી છે તે જોઈને કોચની આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે મારી પસંદગી થઈ ત્યારે મેં મારા માતા-પિતાને ફોન કર્યો હતો. મારી સાથે વાત કરીને તે પણ રડવા લાગ્યા ગતા. મારી માતા એટલી ભાવુક થઈ ગઈ કે તેમના મોંમાંથી શબ્દો જ નીકળી શક્યા નહીં.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર