Home /News /international /

Kutch: હેરોઇન સાથે પકડાયેલ માછીમારોને આપવામાં આવ્યા હતા આ કોડવર્ડ, જાણો કેવો હતો માસ્ટરપ્લાન

Kutch: હેરોઇન સાથે પકડાયેલ માછીમારોને આપવામાં આવ્યા હતા આ કોડવર્ડ, જાણો કેવો હતો માસ્ટરપ્લાન

મોહમ્મદ

મોહમ્મદ અને કાલી શબ્દોનો પ્રયોગ કરી મધદરિયે સોંપવાના હતા ડ્રગ્સનો જથ્થો 

પાકિસ્તાનથી ડ્રગ્સ લઈને આવતા માછીમારોમાંથી મોહમ્મદ નામની વ્યક્તિને ભારત તરફથી આવનાર કાલીને આ ડ્રગ્સનો જથ્થો સોંપવાનો હતો પણ તે પહેલાં જ એટીએસ અને તટરક્ષક દળે તવાઈ બોલાવી નાખી હતી.

    Dhairya Gajara, Kutch: રવિવારે મોડી રાત બાદ ગુજરાત એન્ટી ટેરરીસમ સ્કવોડ (Gujarat ATS) અને ભારતીય તટરક્ષક દળ (Indian Coastguard) દ્વારા હાથ ધરાયેલા જોઇન્ટ ઓપરેશનમાં ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી બોટમાં 9 માછીમારો પાસેથી હેરોઇનનું (Heroin) કિલોગ્રામ રો મટીરીયલ મળી આવ્યું હતું. ઓપરેશનમાં પકડાયેલા 9 આરોપીઓને (Pakistani Fishermen) બુધવારે ભુજની ખાસ એન.ડી.પી.એસ. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડી કોર્ટે મંજૂર કરી હતી. તો આ વચ્ચે તપાસનીસ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાલી અને મોહમ્મદ કોડવર્ડ (Smuggling Codewords) દ્વારા ભારતમાં આ ડ્રગ્સનો જથ્થો સોંપવામાં આવવાનું હતું.

    ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાની બાતમીના આધારે તાજેતરમાં એટીએસ અને કોસ્ટગાર્ડની ટુકડીએ કવાયત હાથ ધરીને કચ્છના જખૌ પાસે આવેલા દરિયામાંથી રૂ. 280 કરોડની કિંમતનું 56 કિલોગ્રામ હેરોઇન ડ્રગ્સ પકડી પાડ્યું હતું, જે કેસના આરોપીઓને આજે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેઓના 9 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

    તો કોર્ટમાં તપાસનીસ એજન્સી દ્વારા આપેલી માહિતી મુજબ પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો લઇ આવતા માછીમારો કાલી અને મોહમ્મદ કોડવર્ડ દ્વારા ભારતમાં આ માલ સોંપવાના હતા. પકડાયેલ 9 આરોપીઓમાંથી મહોમ્મદ નામના આરોપીને ભારત તરફથી આવતા કાલી નામની એક વ્યક્તિને આ ડ્રગ્સનો જથ્થો આપવાનો હતો અને આ માટે તેઓ મોહમ્મદ કોલિંગ કાલી જેવા કોડવર્ડનો પ્રયોગ કરી ડ્રગ્સ હાથોહાથ આપવાના હતા. તો ભારત તરફથી આ માલ મેળવનાર કાલીની તપાસ એટીએસએ શરૂ કરી છે.

    આ પણ વાંચો:Kutch: "અભી નહીં તો કભી નહીં, નર્મદા લાવો કચ્છ બચાવો" ના સૂત્ર સાથે ખેડૂતોએ યોજી ટ્રેક્ટર રેલી

    પાકિસ્તાનના કરાચી બંદરથી ડ્રગ્સ લઈને આવેલા આ શખ્સો કચ્છનાં માર્ગે માલ લાવીને આ ડ્રગ્સ ઉત્તર ભારતમાં સપ્લાય કરવાના હતા. એજન્સીઓનેજોઈને આરોપીઓએ ડ્રગ્સના પેકેટ દરિયામાં નાખવાનો અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હોવાથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમા 3 જેટલા પાકિસ્તાની ઘવાયા હતા. તો તે પૈકી 2 રિકવર થઈ ગયા છે અને અન્ય એક સારવાર તળે હોવાથી કુલ 8 માછીમારોને આજે ભુજની એનડીપીએસ કોર્ટમાં 14 દિવસના રીમાન્ડની માંગ સાથે એટીએસ દ્વારા રજૂ કરવામાં આવતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

    આરોપીઓને અમદાવાદ એટીએસ કચેરીએ લઈ જઈ ડ્રગ્સ મોકલનાર મુસ્તફાના નેટવર્ક સહિત સ્થાનિકમાલની ડિલિવરી લેવા આવનાર શખ્સનું નામ ઓકાવવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ, ક્રાઈમ crime

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन