'બુરાડી કાંડ' પછી ઝારખંડના પરિવારે કરી સાથે આત્મહત્યા, મળી સુસાઇડ નોટ

News18 Gujarati
Updated: July 15, 2018, 12:59 PM IST
'બુરાડી કાંડ' પછી ઝારખંડના પરિવારે કરી સાથે આત્મહત્યા, મળી સુસાઇડ નોટ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ઝારખંડના હઝારીબાગ જિલ્લાની એક હેરાન કરતી ઘટના સામે આવી છે. દિલ્હીના બુરાડી કાંડની જેમ હઝારીબાગમાં એક પરિવારનો સામુહિક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. શનિવારની રાતે એક પરિવારના 6 સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે જેમાં હત્યાની પણ આશંકા સેવાઇ રહી છે.

છેલ્લે એક પુરૂષા ધાબા પરથી કુદ્યો

આ મામલે મળતી માહિતી પ્રમાણે છ લોકોમાં બે લોકોએ ગળેફાંસો ખાઇને જીવ ગુમાવ્યો છે. એક બાળકની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે જ્યારે એક બાળકીને ઝેર આપીને મારવામાં આવી છે. એક મહિલાનું ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. એવું લાગી રહ્યું છે કે પાંચ લોકોની મોત પછી સૌથી છેલ્લે અંતમાં એક પુરૂષે ઘાબા પરથી કુદીને જીવ ગુમાવ્યો છે.

મળી સુસાઇડ નોટ


મળી સુસાઇડ નોટ

પોલીસને એપાર્ટમેન્ટના રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી છે. બ્રાઉન કવર પર લાલ રંગની પેનથી લખ્યું છે કે અમનને લટકાવી શકતા ન હતાં એટલે તેની હત્યા કરી છે. જે પછી મોટા અક્ષરોમાં સુસાઇડ નોટ લખી છે. જેમાં લખ્યું છે કે બીમારી+ દુકાન બંધ + દુકાનદારોનું બાકી + બદનામી + દેવું = તણાવ (ટેન્સન) = મોત.ANIમાં આવ્યાં હતાં આવા સમાચાર

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આમાંથી 5 લોકોએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જ્યારે એકે ઘાબા પરથી કુદીને જીવ આપ્યો છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

આ રીતનો જ એક મામલો થોડા દિવસ પહેલા મુંબઇમાં બન્યો હતો. તેમાં એક પરિવારના બધા લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

નોંધનીય છે કે દિલ્હીના બુરાડી વિસ્તારમાં પણ એક પરિવારના 11 લોકોના સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો હતો. બુરાડીના ચુંડાવત (ભાટિયા) પરિવારના 11 સભ્યોમાં સૌથી વૃદ્ધ નારાયણ દેવીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી ખુલાસો થયો હતો કે તેમની મૃત્યું પણ પરિવારના અન્ય સભ્યોની જેમ ફાંસી પર લટકવાથી થઇ હતી. આ પહેલા 10 લોકોના પોસ્ટમોર્ટમમાં ગરબડીની આશંકાને નકારતા દિલ્હી પોલીસનું કહેવું છે કે દરેક 10 લોકોના મોત ગળેફાંસો ખાવાથી થયા હતા.
First published: July 15, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading