રાજનાથ-યોગી સામે થયા સૂત્રોચ્ચાર, ‘મંદિર જો બનવાયેગા, વોટ ઉસી કો જાયેગા’

News18 Gujarati
Updated: December 25, 2018, 7:35 AM IST
રાજનાથ-યોગી સામે થયા સૂત્રોચ્ચાર, ‘મંદિર જો બનવાયેગા, વોટ ઉસી કો જાયેગા’
રાજનાથ-યોગી સામે થયા સુત્રોચ્ચાર, ‘મંદિર જો બનવાયેગા, વોટ ઉસી કો જાયેગા’

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને જ રહેશે. દુનિયાની કોઈ તાકાત તેને રોકી શકશે નહીં - રાજનાથ સિંહ

  • Share this:
લખનઉમાં યુવા કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી હજારો યુવાનો સામેલ થયા હતા. જેમાં રામ મંદિરના નિર્માણની માંગણીને લઈને જોરદાર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યુવાનો કાર્યક્રમ દરમિયાન સતત સુત્રોચ્ચાર કરતા હતા કે ‘મંદિર જો બનવાયેગા, વોટ ઉસી કો જાયેગા’. આ સમયે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત હતા.

આ પછી મંદિર નિર્માણને લઈને હુંકાર ભરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર જ્યારે પણ બનશે ત્યારે અમે બનાવીશું. યુવા કુંભના સમાપન પ્રસંગે પહોંચેલા દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ રામ મંદિરના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને જ રહેશે. દુનિયાની કોઈ તાકાત તેને રોકી શકશે નહીં.

આ પણ વાંચો - આગ્રામાં લાગ્યા યોગી ફોર PMના હોર્ડિંગ, ગણાવ્યા કળિયુગના અવતારરાજનાથ સિંહએ રામ મંદિર નિર્માણની માંગણી કરી રહેલા યુવાનોના સુત્રોચ્ચારના કારણે થોડીક મિનિટ માટે પોતાનું ભાષણ રોકવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે લખનઉમાં કુંભના મહત્વ પર ચર્ચા કરવા માટે એક યુવા કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં યુવા પહોંચ્યા હતા.

યુવા કુંભમાં આયોજીત ચાર સત્ર દરમિયાન ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર,ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન, બોક્સર વિજેન્દ્ર સિંહ, ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર સહિત ઘણા સેલિબ્રિટીઓએ યુવા કુંભમાં સંબોધિત કર્યું હતું.
First published: December 24, 2018, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading