એડ્રેસ પ્રુફ માટે હવે પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકો!

આ નિર્ણય પાસપોર્ટ ગ્રાહકની પર્સનલ જાણકારીને ગુપ્ત રાખવા માટે કરવામાં આવ્યો છે...

News18 Gujarati
Updated: January 12, 2018, 7:24 PM IST
એડ્રેસ પ્રુફ માટે હવે પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકો!
આ નિર્ણય પાસપોર્ટ ગ્રાહકની પર્સનલ જાણકારીને ગુપ્ત રાખવા માટે કરવામાં આવ્યો છે...
News18 Gujarati
Updated: January 12, 2018, 7:24 PM IST
ટુંક સમયમાં તમે તમારા પાસપોર્ટનો ઉપયોગ એડ્રેસ પ્રુફ માટે નહીં કરી શકો. વિદેશમંત્રાલય એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જો આ પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવ્યો તો કોઈ પણ જગ્યાએ પાસપોર્ટને તમારા એડ્રેસ પ્રુફ તરીકે માન્ય નહીં ગણાય.

શું છે મામલો
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, વિદેશ મંત્રાલય તમામ પ્રકારના પાસપોર્ટમાં ફેરફાર કરવાનું વિચાર કરી રહ્યું છે. આમાં સૌથી મોટો ફેરફાર પાસપોર્ટના છેલ્લા પેજ પર લખવામાં આવતું એડ્રેસમાં હશે. પાસપોર્ટના પહેલા પન્ના પર તમારો ફોટો અને જરૂરી સુચનાઓ તો જેમની તેમ રહેશે, પરંતુ એડ્રેસની ડિટેલ જે લાસ્ટ પેજ પર હોય છે, તે હવે નહીં હોય.

કેમ કરવામાં આવ્યો નિર્ણય

આ નિર્ણય પાસપોર્ટ ગ્રાહકની પર્સનલ જાણકારીને ગુપ્ત રાખવા માટે કરવામાં આવ્યો છે.

નહીં થાય કોઈ પરેશાની
પાસપર્ટ ઓફિસ દ્વારા પણ કહેવામાં આવ્યું કે, આનાથી અમને કોઈ અસુવિધા નથી, કારણ કે, અન્ય તમામ જાણકારી બેક-એન્ડમાં તેમની પાસે હોય છે. 2012થી જ દરેક પાસપોર્ટમાં એક બારકોડ આપવામાં આવી રહ્યો છે, જેને સ્કેન કરવાથી તમામ જાણકારી મળી જાય છે.
Loading...

પાસપોર્ટના રંગમાં ફેરફાર કરવાની તૈયારી
વિદેશમંત્રાલય આ સિવાય વિચાર કરી રહ્યું છે કે, પાસપોર્ટનો રંગ ચેન્જ કરવાનું. હાલમાં પાસપોર્ટ ત્રણ રંગમાં છે. સફેદ, લાલ અને વાદળી. સફેદ - સરકારી કર્મચારીઓ માટે, લાલ પોલિટિકલ નેતાઓ માટે અને વાદળી - સામાન્ય લોકો માટે. પરંતુ તેમાં બે કેટેગરી હોય છે. એક ECR (Emergency Check Required) અને બીજો ECNR(Emergency Check Not Required). હવે સરકાર ECR કેટેગરી માટે નારંગી રંગનો પાસપોર્ટ કરવા માંગે છે. આ સાથે તમને જણાવી દઈએ કે, હાલમાં જેની પાસે જૂના પાસપોર્ટ છે તે પણ માન્ય રહેશે.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर