નવી દિલ્હી: દિલ્હી કમિશન ઓફ વૂમન (DCW) દ્વારા રાજધાની દિલ્હીનાં દ્વારકા આશ્રય ગૃહ માટે એક એક્સપ્રટ કમિટિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં કમિટિને જાણ થઇ છે કે, અહીંનાં સ્ટાફ દ્વારા ઘણી યુવતીઓ અને બાળકીઓ સાથે અભદ્ર વર્તન થતુ હતું. તેમને ડિસિપ્લિનમાં રાખવા માટે અહીંના સ્ટાફ દ્વારા તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરવામાં આતું હતું.
DCWની મહિલા ટિમે જ્યારે 6થી 15 વર્ષની બાળકીઓ સાથે વાત કરી તો તે બાળકીઓએ જણાવ્યું કે, અહીનો મહિલા સ્ટફ તેમને સજાનાં ભાગ રૂપે તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરતો હતો. એટલું જ નહીં તેઓ મરચા પાવડર તેમને ખાવા માટે પણ દબાણ કરતાં. જેને કારણે આ બાળકીઓ ખુબજ હતપ્રત હતી. DCWની મહિલા ટિમનાં જણાવ્યાં મુજબ, બાળકીઓ સાથે આ પ્રકારનું વર્તન ખુબજ ગંભીર અને માફ ન કરી શકાય તેવો ગુનો છે.
DCWની ટિમનાં જણાવ્યા મુજબ, આશ્રય ગૃહમાં સ્ટાફ ઓછો હોવાથી બાળકીઓને કચરાં-પોતું, કપડા ધોવા, સંડાસ બાથરૂમ ધોવું અને રસોડાનું કામ પણ કરાવવામાં આવતું. 22 બાળકો અને સ્ટાફની વચ્ચે આશ્રય ગૃહમાં માત્ર એક જ રસોઇયો છે. તેમાં પણ ભોજનની ક્વોલિટી સારી નથી.
જો બાળકીઓ સ્ટાફનું કહ્યું ન સાંભળે કે તેમનો રૂમ અસ્ત વ્યસ્ત રાખે તો તેમને ફુટપટ્ટીથી મારવામાં આવતી હતી. બાળકીઓને ઉનાળુ કે શિયાળુ રજાઓમાં પણ ઘરે જવાની પરવાનગી ન હતી.
આ આખી ઘટના સામે આવ્યા બાદ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળની કલમ 75 અને પ્રોટેક્શન ઓફ ચિન્ડ્રન ફ્રોમ સેક્સુઅલ અફેન્સ એક્ટની કલમ 6 હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
DCW ચિફ સ્વાતી મલિવાલ જે રાત્રે 8.00 વાગ્યે દ્વારકા આશ્રય ગૃહની તપાસ માટે ગયા હતાં. તેમને આ આખી ઘટના સામે આવ્યા બાદ બાળકીઓનું નિવેદન લેવા માટે સિન્યર ઓફિસર્સની ટિમ મોકલી હતી. હવે આ આશ્રય ગ્રૃહમાં 24/7 માટે એક DCWના કાઉન્સેલર અને પોલીસ તેનાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
થોડા સમય પહેલાં જ DCW દ્વારા એક એક્સપર્ટ કમિટિનું ગઠન કરવામાં આવ્યું છે જે દિલ્હીનાં પ્રાઇવેટ અને સરકારી આશ્રય ગ્રૃહની મુલાકાત લેશે અને તેમાં સુધારા વધારા કરવા માટેનાં સલાહ સૂચન આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર