અબતક 12: એમ.જે.અકબરની વધી મુશ્કેલી, વધુ એક મહિલાએ લગાવ્યો આરોપ

અકબર પર વધુ એક મહિલા પત્રકારે સંગીન આરોપ લગાવ્યો

કેન્દ્રીય મંત્રી અકબર પર અત્યાર સુધીમાં 12 મહિલા પત્રકાર યૌનશોષણનો આરોપ લગાવી ચૂકી છે. જોકે અકબરે બધા આરોપ ફગાવી દીધા છે

 • Share this:
  #MeToo કેમ્પેઈનમાં યૌનશોષણના આરોપમાં ફસાયેલા વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરની મુશ્કેલી વધી રહી છે. અકબર પર વધુ એક મહિલા પત્રકારે સંગીન આરોપ લગાવ્યો છે. મહિલા પત્રકારનો આરોપ છે કે એમજે અકબરે તેને હોટલમાં બોલાવીને જબરજસ્તી કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અકબર પર અત્યાર સુધીમાં 12 મહિલા પત્રકાર યૌનશોષણનો આરોપ લગાવી ચૂકી છે. જોકે અકબરે બધા આરોપ ફગાવી દીધા છે અને એક પત્રકાર પર માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે.

  એક મહિલા પત્રકારે અંગ્રેજી વેબસાઇટ ‘સ્ક્રોલ’પર લખેલા એક લેખ દ્વારા પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો હતો. તેનું કહેવું છે કે તે પ્રખ્યાત અંગ્રેજી અખબાર ડેક્કન ક્રોનિકલમાં એમજે અકબર સાથે કામ કરી ચૂકી છે. એક ઓપન લેટરમાં પત્રકારે ત્રણ અલગ-અલગ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

  મહિલા પત્રકારે કહ્યું હતું કે 1992માં હું ટેલીગ્રાફમાં ટ્રેની હતી, ત્યારે ક્યારેક-ક્યારેક અરબર કોલકાતા આવતા હતા. તે સમયે મને પુછવામાં આવ્યું હતું કે તું એમજે અકબરને મળવા માંગીશ, કોણ તેમને મળવા ન માંગે? હું તૈયાર થઈ ગઈ. પોતાના સીનિયર સાથે પણ ગઈ અને તે સાંજ ઘણી સારી રહી હતી. મારા ઘરનો ફોન નંબર અકબરને મળી ગયો હતો. તેમણે મને કામને બહાને હોટલ બોલાવી હતી. ઘણું વિચાર્યા પછી હું જવા તૈયાર થઈ હતી. મેં બેલ વગાડ્યો અને દરવાજો ખોલ્યો તો સામે અંડરવિયરમાં અકબર ઉભા હતા. હું આશ્ચર્યચકિત થઈને દરવાજે ઉભી હતી. મારી સામે એક વીઆઈપી ઉભો હતો. શું 22 વર્ષની કોઈ યુવતીને વેલકમ કરવાની આ નૈતિક રીત હતી.

  માનહાનિ કેસમાં એમ.જે. અકબર માટે કામ કરશે 97 વકીલ, મંગળવારે થશે સુનાવણી

  મહિલા પત્રકાર આગળ લખે છે કે આ વાત અહીંથી ખતમ થતી નથી. 1993માં મેં સીનિયર સબ એડિટર હૈદરાબાદમાં ડેક્કન ક્રોનિકલ જોઈન કર્યું હતું. અકબર એડિટર ઇન ચીફ હતા. એક વખત હૈદરાબાદ આવ્યા તો મને પેજ ડિસ્કશન માટે હોટલ બોલાવી હતી. જ્યારે હું હોટલ પહોંચી તો મને ખરાબ રીતે અડ્યા હતા અને કિસ કરવા લાગ્યા હતા. તેમની ચાની ખુશબુ અને મોટી મુછ આજે પણ મને ખટકે છે. હું ત્યાથી ભાગી ગઈ હતી અને દોડીને ઓટોરિક્શા લીધી હતી. રિક્ષામાં બેસ્યા પછી રડવા લાગી હતી.
  Published by:Ashish Goyal
  First published: