Home /News /india /યોગી સરકારે જાન્યુઆરીથી માર્ચ સુધી પ્રયાગરાજમાં લગ્ન પર કેમ મૂક્યો પ્રતિબંધ

યોગી સરકારે જાન્યુઆરીથી માર્ચ સુધી પ્રયાગરાજમાં લગ્ન પર કેમ મૂક્યો પ્રતિબંધ

જાન્યુઆરીથી માર્ચ સુધી પ્રયાગરાજમાં લગ્ન પર પ્રતિબંધ, યોગી સરકારનો આદેશ

આ આદેશની કોપી બધા મેરેજ હોલમાં મોકલી આપવામાં આવી છે

કુંભનો મહામેળો 1 જાન્યુઆરી 2019થી શરુ થઈ જશે. આ માટે જિલ્લા પ્રશાસને પોતાની તૈયારીઓ લગભગ પૂરી કરી લીધી છે. બીજી તરફ કુંભ મેળા દરમિયાન યોગી સરકારે લગ્ન કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ન્યૂઝ 18ના રિપોર્ટ પ્રમાણે યુપી સરકારે એક આદેશ જાહેર કરતા આગામી વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં થનાર કુંભ મેળાના પ્રમુખ સ્નાન દરમિયાન એક દિવસ પહેલા અને એક દિવસ પછી લગ્ન પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશની કોપી બધા મેરેજ હોલમાં મોકલી આપવામાં આવી છે.

હોટલ માલિકોએ બુકિંગ કેન્સલ કરવી પડી શકે છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રયાગરાજમાં 2019માં કુંભ મેળાના પાંચ પ્રમુખ સ્નાન પર્વના દિવસની આસપાસ કોઈ લગ્ન કે નિકાહ થશે નહીં. સરકારના આ આદેશની કોપી બધા મેરેજ હોલમાં મોકલી આપવામાં આવી છે. યુપી સરકારના આવા આદેશ પછી જે ઘરોમાં લગ્નમાં છે તે મુશ્કેલીની સ્થિતિમાં મૂકાયા છે. આદેશની કોપી મળ્યા પછી હોટલના માલિકોએ પોતાની બુકિંગ કેન્સલ કરવી પડી શકે છે. આમ કરવાથી તેમને લાખો રુપિયાનું નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો - યોગીએ હનુમાનને દલિત કહેતા બ્રાહ્મણ સેનાએ કેમ તેમને લિગલ નોટિસ ફટકારી ?

ફેબ્રુઆરીમાં મૌની અમાવસ, વસંત પંચમી અને માઘ પૂર્ણિમા સ્નાન
કુંભ મેળો પ્રયાગરાજમાં જાન્યુઆરીથી શરુ થઈ જશે. સ્નાનના એક દિવસ પહેલા અને એક દિવસ પછી લગ્નના બુકિંગ ન કરવા મેરિજ હોલ અને હોટલના માલિકોને કહ્યું છે. કુંભમાં જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિ અને પોષ પૂર્ણિમા સ્નાન છે. જ્યારે ફેબ્રુઆરીમાં મૌની અમાવસ, વસંત પંચમી અને માઘ પૂર્ણિમા સ્નાન છે. માર્ચ મહિનામાં મહાશિવરાત્રીનું સ્નાન છે. જેમાં કરોડો શ્રદ્ધાળુ સંગમમાં ડુબકી લગાવીને મોક્ષની કામના કરશે.

આ પણ વાંચો - દાતી મહારાજનું મહામંડલેશ્વરનું પદ છીવનાયું, કુંભમેળામાં પ્રવેશ પર પ્રતિબંધ
First published:

Tags: January, Kumbh mela 2019, March, Prayagraj, Yogi adityanath, કુંભ મેળો