Home /News /india /

યુપીઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેના કેસ પરત ખેંચશે યોગી સરકાર

યુપીઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેના કેસ પરત ખેંચશે યોગી સરકાર

સરકાર તરફથી ગોરખપુર જિલ્લાધિકારીને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં 1995માં દાખલ કરવામાં આવેલા કેસ અંગે કોર્ટમાં આવેદન આપવાની સુચના આપવામાં આવી છે.

સરકાર તરફથી ગોરખપુર જિલ્લાધિકારીને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં 1995માં દાખલ કરવામાં આવેલા કેસ અંગે કોર્ટમાં આવેદન આપવાની સુચના આપવામાં આવી છે.

લખનઉઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત અનેક 'રાજકિય-પ્રેરિત' હોય તેવા આશરે 20 હજાર રાજકિય કેસ પરત ખેંચવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. 21 ડિસેમ્બરના રોજ વિધાનસભામાં શિયાળું સત્રમાં બિલ પાસ થયા બાદ સરકાર તરફથી જિલ્લા તંત્રને કેસ પરત ખેંચવા માટે પત્ર મોકલવામાં આવ્યો છે.

હકીકતમાં વિધાનસભામાં યૂપીકોકા બિલને લઈને ચાલી રહેલી ચર્ચા દરમિયાન યોદી આદિત્યનાથે કહ્યું હતું કે, રાજકારણથી પ્રેરિત હોય તેવા 20 હજાર કેસ પરત ખેંચવામાં આવશે. જેના બાદમાં 21 ડિસેમ્બરના રોજ વિધાનસભામાં બિલ રજૂ કરી દેવામાં આવ્યું હતું.

યોગી સામેના કેસ પણ પરત ખેંચાશે

સરકાર તરફથી ગોરખપુર જિલ્લાધિકારીને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં 1995માં દાખલ કરવામાં આવેલા કેસ અંગે કોર્ટમાં આવેદન આપવાની સૂચના આપવામાં આવી છે. યોગી આદિત્યનાથ, શિવ પ્રતાપ શુક્લા અને બીજેપી ધારાસભ્ય શીતલ પાંડેલા સહિત 10 લોકો વિરુદ્ધ પ્રોહિબિશનના આદેશનો ભંગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ વિરુદ્ધ નીકળ્યું હતું બિનજામીનપાત્ર વોરંટ

આ કેસ ગોરખપુરના પીપીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સ્થાનિક કોર્ટમાં ચાલી રહી છે. આ કેસમાં કોર્ટે આરોપીઓ સામે કોર્ટમાં હાજર ન રહેવા બદલ બિન જામીનપાત્ર વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું. જોકે, પોલીસે વોરંટની બજવણી કરી ન હતી. ગોરખપુરના ઉપરી જિલ્લાધિકારી રજનીશ ચંદ્રાએ પણ આ વાતની પુષ્ટી કરી હતી કે સરકાર તરફથી આવા કેસને પરત ખેંચવાની સૂચના આપવામાં આવી છે.

આ બિલ રજૂ થયા બાદ ઉત્તર પ્રદેશની કોર્ટમાં ચાલી રહેલા સીઆરપીસીની કલમ 107 અને 109 હેઠળના આશરે 20 હજાર કેસ પરત ખેંચવામાં આવશે. નોંધનીય છે કે પહેલા આ બિલમાં 2013 સુધીના કેસ સામેલ કરવામાં આવ્યા હતાં. પરંતુ સંશોધિત બિલમાં તેની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2015 સુધી વધારવામાં આવી હતી.
First published:

Tags: Yogi adityanath, Yogi Government

આગામી સમાચાર