Home /News /india /

યોગી સરકારનો નિર્ણય, IND-WI મેચના એક દિવસ પહેલા બદલાયું સ્ટેડિયમનું નામ

યોગી સરકારનો નિર્ણય, IND-WI મેચના એક દિવસ પહેલા બદલાયું સ્ટેડિયમનું નામ

યોગી સરકારે હવે રાજધાની લખનઉમાં ઇકાના સ્ટેડિયમનું નામ પણ બદલી નાખ્યું

ઇકાના સ્ટેડિયમનું નામ બદલવાની માંગણીને રાજ્યપાલે મંજૂરી આપી દીધી

    ઉત્તર પ્રદેશમાં શહેરોના નામ બદલનાર યોગી સરકારે હવે રાજધાની લખનઉમાં ઇકાના સ્ટેડિયમનું નામ પણ બદલી નાખ્યું છે. ઇકાના સ્ટેડિયમનું નામ બદલવાની માંગણીને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. યોગી સરકારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનાર મેચના એક દિવસ પહેલા જ સ્ટેડિયમનું નામ બદલ્યું છે. ભારત અને વિન્ડીઝ વચ્ચે 6 નવેમ્બરે આ મેદાન પર બીજી ટી-20 મેચ રમાવાની છે.

    યુપી સરકારે ઇકાના સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખ્યું છે. હવે ઇકાના સ્ટેડિયમને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નામથી ઓળખવામાં આવશે.

    યુપી સરકારે ઇકાના સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખ્યું


    લખનઉમાં 24 વર્ષ પછી કોઈ ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટી-20 મેચ સાંજે 7 કલાકેથી રમાશે. ત્રણ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Lucknow, Yogi Government

    આગામી સમાચાર