યેદિયુરપ્પાએ CM પદના લીધા શપથ, કાર્યક્રમમાં મોદી-શાહ ન રહ્યાં હાજર

  • Share this:
    કર્ણાટકમાં કોની સરકાર બનશે હવે તે નક્કી થઇ ગયું છે. રાજ્યપાલ વજૂભાઇ વાળાએ રાજ્યમાં સરકાર બનાવવા માટે સૌથી મોટી પાર્ટી બીજેપીને આમંત્રણ આપ્યું છે. યેદિયુરપ્પા ગુરૂવારે સવારે 9.30 કલાકે મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યાં. જો કે આ દરમિયાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યાં ન હતાં.

    કોંગ્રેસના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)માં આ મામલાની તત્કાળ સુનાવણી કરવાનું કહ્યું હતું. કેટલાક કોંગ્રેસી નેતા CJI દિપક મિશ્રાના ઘરે પણ મળવા પહોંચ્યાં હતાં. જ્યારે જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ રાજ્યપાલના નિર્ણય પર આપત્તિ જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'રાજ્યપાલ સિસ્ટમ બરાબર કરે, ગુજરાતી બિઝનેસ ન કરે.'

    રાજ્યપાલનો પત્ર


    રાજ્યપાલને રાજીનામું આપી દેવું જોઇએ: કોંગ્રેસ
    આ મામલામાં કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટકના રાજ્યપાલ વજૂભાઇ વાળાને પોતાના સ્થાને રહેવાનો કોઇ હક નથી. તેમને તરત જ રાજીનામું આપી દેવું જોઇએ. બીજેપી પર હુમલો કરતા સુરજેવાલે કહ્યું કે, 'અમે અમિત શાહને પુછવા માંગીએ છીએ કે જો કોઇ પાર્ટી ગઠબંધનની સરકાર ન બનાવી શકે તો તમે ગોવા અને મણિપુરમાં સરકાર કઇ રીતે બનાવી. રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપીને રાજભવનને શરમાવ્યું છે.'

    કોંગ્રેસ અને જેડીએસનો બીજેપી પર ધારાસભ્યો ખરીદવાનો આરોપ
    બહુમત સાબિત કરવા માટે બીજેપીને 15 દિવસ મળ્યાં છે. જેની પર સવાલો ઉઠાવતા જેડીએસના એચડી કુમારસ્વામીએ કહ્યું, 'બહુમત સાબિત કરવા માટે 15 દિવસ આપીને ગવર્નર ખરીદ-વેચાણને વધારો આપી રહી છે. આ સંપુર્ણ રીતે ગેરકાયદેસર છે.'
    Published by:Kaushal Pancholi
    First published: