રેસલર યોગેશ્વર દત્ત અને હોકી પ્લેયર સંદીપ સિંહ BJPમાં સામેલ

News18 Gujarati
Updated: September 26, 2019, 6:16 PM IST
રેસલર યોગેશ્વર દત્ત અને હોકી પ્લેયર સંદીપ સિંહ BJPમાં સામેલ
રેસલર યોગેશ્વર દત્ત અને હોકી પ્લેયર સંદીપ સિંહે BJPમાં સામેલ

અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને આગામી મહિને યોજાનાર હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર બની શકે છે

  • Share this:
ઓલિમ્પિક મેડાલિસ્ટ પહેલવાન યોગેશ્વર દત્તે (Yogeshwar Dutt) અને ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહે (Sandeep Singh)ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP)જોઈન કરી લીધી છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને આગામી મહિને યોજાનાર હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર બની શકે છે.

દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં ઓલિમ્પિક ગેમ્સના બ્રોન્ઝ મેડાલિસ્ટ રેસલર યોગેશ્વરે પાર્ટી જોઈન કરી હતી. બીજી તરફ હરિયાણા બીજેપીના ચીફ સુભાષ બરાલાની હાજરીમાં સંદીપ સિંહ પણ પાર્ટીમાં સામેલ થયો હતો. યોગેશ્વર અને સંદીપ સિંહને હરિયાણા પોલીસમાં ડીએસપીનું પદ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - NSA અજીત ડોભાલ જમ્મુ કાશ્મીર પ્રવાસે પહોંચ્યા, મહેબુબાએ કહ્યું - આ વખતે મેન્યૂમાં શું છે?

યોગેશ્વર દત્તે કહ્યું હતું કે રાજનીતિમાં આવવાનું કારણ દેશની સેવા કરવાનું છે. હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈને ભાજપમાં સામેલ થયો છું. ભાજપા સરકાર દ્વારા કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયથી ઘણો પ્રભાવિત થયો હતો.યોગેશ્વર દત્તે 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેને 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે સોનીપત લોકસભા ક્ષેત્રની કોઈ વિધાનસભા સીટ પર તેને ટિકિટ આપવામાં આવી શકે છે. આ તેનો ગૃહ જિલ્લો છે33 વર્ષના સંદીપ સિંહનું નામ દુનિયાના ધુરંધર ડ્રેગ ફ્લિકરોમાં થાય છે. તેણે બેલ્જીયમ ચેમ્પિયન્સ ચેલેન્જ (2007), સુલતાન અઝલાન શાહ કપ (2009) અને 2010માં કોમનવેલ્થ ગેમ્સમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેને 2010માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હરિયાણા વિધાનસભાની ચૂંટણી 21 ઑક્ટોબરે થશે.
First published: September 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading