Home /News /india /ભારત અને H-1B વીઝાનું શું છે ખાસ કનેક્શન, જાણો છો?

ભારત અને H-1B વીઝાનું શું છે ખાસ કનેક્શન, જાણો છો?

અમેરિકાની સરકારે H-1B વીઝા એક્સટેન્શન પોલીસીને બદલીને ભારતીય એન્જિનીયરો અને વીઝા ધારકોને મોટી રાહત આપી છે. આજે આંકડાથી સમજીએ કે કેમ ભારતીયો માટે કેમ ખાસ છે H-1B વીઝા?

એક આંકડા પ્રમાણે અમેરીકામાં લગભગ 7.5 લાખ H-1B વીઝાવાળા ભારતીયો રહે છે. જેમાંથી લગભગ 5 લાખ એન્જિનીયર છે. જે મોટી મોટી કંપનીઓના કર્મચારી છે. જો અમેરીકાની સરકાર આ પોલીસીમાં બદલાવ કરતી તો મોટાભાગના ભારતીયોને ફરીથી દેશ પાછું આવવું પડતું.

નિયમો પ્રમાણે H-1B વીઝા ધારકોને ન્યૂન્યતમ 1.30 લાખ ડોલર પગાર આપવો જરૂરી છે. જો આવું ન કરવામાં આવે તો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તેવું માનવામાં આવે છે. ફોર્બ્સની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016માં H-1B વીઝા મેળવીને અમેરિકા જવામાં 1.26 લાખ ભારતીય હતાં. એના પછી ચીન, મેક્સિકો, દક્ષિણ કોરિયા,યુનાઈટેડ કિંગડમ, ફ્રાંસ, ફિલીપીન્સ, તાઈવાન, બ્રાઝિલ, જર્મની અને જાપાન સામેલ છે.

નોંધનીય છે કે અમેરિકામાં ફોરેન વર્કર્સ માટે, ખાસ કરીને ભારતીયો માટે રાહતના સમાચાર છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા સોમવારે કરાયેલી જાહેરાત પ્રમાણે H-1B વિઝા ધારકોના એક્સટેન્શન અટકાવવાની પ્રપોઝલ રદ્દ કરી દેવામાં આવી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હાલમાં જ 6 વર્ષથી વધુ સમય માટે કોઇ પણ H-1B વિઝા ધારકોના એક્સટેન્શન અટકાવી દેવાની પ્રપોઝલ મુકી હતી.
First published:

Tags: અમેરિકા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन