Home /News /india /2018માં ચીનથી આગળ રહેશે ભારત, વિકાસ દર વધવાની ધારણા

2018માં ચીનથી આગળ રહેશે ભારત, વિકાસ દર વધવાની ધારણા

પ્રતિકાત્મક તસવીર

વર્લ્ડ બેંકે આ વર્ષે એટલે કે વર્ષ 2018માં ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેવાની ધારણ દર્શાવી છે. વર્લ્ડ બેંકનું કહેવું છે કે મોદી સરકાર વ્યાપક સુઘારાના ઉપાયો કરી રહી છે. સાથે જ ભારતમાં દુનિયાની નવી પ્રત્યક્ષ અર્થવ્યવસ્થાની તુલનામાં વિકાસની વધારે ક્ષમતા છે. મહત્વનું છે કે સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓફિસ (cso) દ્વારા જાહેર કરાયેલ આંકડામાં વિકાસ દરનું અનુમાન ઘટ્યું છે. જેના કારણે મોદી સરકાર ચારે બાજુથી ઘેરાઈ હતી.

7.5 ટકાના દરથી આગળ વધી શકે છે ભારત
વર્લ્ડ બેંકે આ અનુમાન વર્ષ 2018ના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટમાં લગાવ્યું હતું જે તેમણે જાહેર કરી દીધું છે. તે પ્રમાણે 2018 માટે ભારતનો વિકાસ દરના 7.3 ટકા થઈ શકે છે. અનુમાન પ્રમાણે ભારત આગળના બે વર્ષમાં 7.5 ટકાના દરે આગળ વધશે.

વર્લ્ડ બેંકના ડેવલોપમેન્ટ પ્રોસ્પેક્ટ ગ્રુપના ડાયરેક્ટ આઈહન કોસેએ કહ્યું કે આગળના દશકમાં ભારત દુનિયાની બીજી કોઈ અર્થવ્યવલ્થાની તુલનામાં ઉચ્ચ વિકાસ દર મેળવવા જઈ રહ્યુ છે. તેમણે કહ્યું કે શોર્ટ ટર્મ આંકડાઓ પર તેમનું ફોકસ નથી. ભારતની જે મોટી છબી બની રહી છે તે એ દર્શાવે છે કે ભારતમાં ઘણી ક્ષમતા છે.

3 વર્ષથી ભારતના વિકાસના આંકડા સારા છે
તેમણે ધીમી પડતી ચીની વ્યવસ્થાની તુલના કરતા કહ્યું કે ભારત વિકાસના રસ્તા પર આગળ વધશે. વર્લ્ડ બેંકની આ નવી રિપોર્ટ લાવનાર કોસેએ કહ્યું હતું કે ભારતના 3 વર્ષના વિકાસના આંકડા ઘણાં સારા છે. રિપોર્ટ પ્રમાણે 2017માં ચીન 6.8 ટકાની સ્પીડથી આગળ વધી રહ્યાં છે. કોસેએ ભારતના જનસંખ્યાની પ્રોફાઈલની પણ પ્રશંસા કરીને કહ્યું છે કે બીજી અર્થવ્યવસ્થામાં આવું ઓછું જોવા મળે છે.

આ છે ભારતના પડકારો
કોસે બીજી અર્થવ્યવસ્થાની તુલનામાં ભારતમાં મહિલા શ્રમની ભાગેદારી ઓછી હોવાની વાત કરી છે. કોસેએ કહ્યું કે મહિલા શ્રમની ભાગેદારી વધારીને ઘણો મોટો ભેદ જોવા મળી શકે છે. ભારતની સામે બેરોજગારી ઘટાડવાનો મોટો પડકાર છે. જો ભારત આ સમસ્યામાંથી બહાર આવવામાં સફળ થયા તો તે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકશે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन