Home /News /india /

UP ભાજપ ઉમેદવારનો આરોપ, બુરખાની આડમાં કરાવવામાં આવે છે બોગસ વોટિંગ

UP ભાજપ ઉમેદવારનો આરોપ, બુરખાની આડમાં કરાવવામાં આવે છે બોગસ વોટિંગ

બીજેપીનાં ઉમેદવાર બાલિયાને જમીયત-ઉલેમા-એ હિંદ પર વોટોનાં ઘ્રુવીકરણનો આરોપ લગાવ્યો છે.

બીજેપીનાં ઉમેદવાર બાલિયાને જમીયત-ઉલેમા-એ હિંદ પર વોટોનાં ઘ્રુવીકરણનો આરોપ લગાવ્યો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભા ચૂંટણીમાં પહેલા ચરણનું મતદાન થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશની 8 સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે પશ્ચિમ યુપીની મુઝફ્ફરનગર બેઠક પર એક મોટો વિવાદ ઉભો થયો છે. અહીંયાનાં બીજેપી ઉમેદવાર સંજીવ બાલિયાને આરોપ લગાવ્યો છે કે બુરખાવાળી મહિલાઓની તપાસ કરવામાં આવતી નથી. જેના કારણે ખોટું મતદાન થઇ રહ્યું છે.

    બીજેપીનાં ઉમેદવાર બાલિયાને જમીયત-ઉલેમા-એ હિંદ પર વોટોનાં ઘ્રુવીકરણનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે બુરખામાં આવીને કોણ કેટલા વોટ નાંખે છે શું ખબર. કેટલીક જગ્યાઓ પર પોલીંગ પાર્ટીઓ પર દબાણ બનાવવામાં આવે છે. મને લાગે છે કે નકલી મતદાન કરવામાં આવી રહ્યું છે. જો આની તપાસ નહીં થાય તો હું ફરીથી મતદાનની માંગ કરીશ.

    જ્યારે આરએલડી અધ્યક્ષ ચૌધરી અજીત સિંહે કહ્યું કે હું અહીં બધુ જોઇ રહ્યો છું. અહીં બધુ બરાબર ચાલી રહ્યું છે. જો સંજીવ બાલિયનને કોઇ પ્રશ્ન છે તો તેઓ ઈસીને વાત કરે.

    આ પણ વાંચો: Video: આંધ્રમાં ગુસ્સે ભરાયેલા જનસેના ઉમેદવારે જમીન પર પટક્યું EVM, ધરપકડ

    ઈસીએ ફગાવ્યો આરોપ

    સંજીવ બાલિયાનનાં આરોપોને નિર્વાચન આયોગે ખંડિત કરતા કહ્યું છે કે, 'અમે ત્યાંનાં અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી છે. કોઇને પણ ઓળખપત્ર વગર મતદાન કરવા દેવામાં નથી આવતું.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Andhra Pradesh, Ec, Lok sabha election 2019, Loksabha election 2019, Meghalaya, Mizoram, Nagaland, Sikkim, અરૂણાચલ પ્રદેશ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन