Home /News /india /CJI યૌન ઉત્પીડન મામલો : પીડિતાએ ઇન્કવાયરી પેનલ સામે હાજર થવાની ના પાડી

CJI યૌન ઉત્પીડન મામલો : પીડિતાએ ઇન્કવાયરી પેનલ સામે હાજર થવાની ના પાડી

ફરિયાદકર્તાનું કહેવું છે કે કોઈ વકીલ વગર મને એકલા હાજર થવામાં ઘણું અજીબ અને ડર લાગી રહ્યો છે. આવામાં મને ન્યાય મળી શકે નહીં

ફરિયાદકર્તાનું કહેવું છે કે કોઈ વકીલ વગર મને એકલા હાજર થવામાં ઘણું અજીબ અને ડર લાગી રહ્યો છે. આવામાં મને ન્યાય મળી શકે નહીં

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે યૌન ઉત્પીડનનો મામલો નોંધાવનાર મહિલાએ મંગળવારે ઇન હાઉસ ઇન્કવાયરી પેનલ સામે હાજર થવાની ના પાડી દીધી છે. પીડિતાની દલીલ છે કે તેને ત્યાં ન્યાય મળશે નહીં. ફરિયાદકર્તાનું કહેવું છે કે કોઈ વકીલ વગર મને એકલા હાજર થવામાં ઘણું અજીબ અને ડર લાગી રહ્યો છે. આવામાં મને ન્યાય મળી શકે નહીં.

મામલા ઉપર મહિલાએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં તેણે કહ્યું છે કે તપાસ સમિતિ સામે હાજર થવાનો કોઈ વીડિયો કે કોઈ ઓડિયો રેકોર્ડિંગ થઈ રહ્યો નથી. મારા વકીલને પણ અંદર જવાની મંજૂરી આપી ન હતી. જેના કારણે તેને ત્યાં ઘણો ડરાવનો માહોલ લાગ્યો.

તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે હાજર થતા પહેલા તેને કોઈ પ્રકારની રીત વિશે બતાવવામાં આવ્યું ન હતું. આ વિશે પહેલાથી કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે પીડિત મહિલા 26 અને 29 એપ્રિલે પેનલ સામે હાજર થઈ ચૂકી છે.

આ પણ વાંચો - સુપ્રીમે CBIને કહ્યું- રાજીવ કુમારને કસ્ટડીમાં લેવા હોય તો ઠોસ પુરાવા આપો

મહિલાએ કહ્યું કે પ્રથમ સુનાવણી દરમિયાન તેણે બે મોબાઇલ નંબરોના વ્હોટ્સએપ કોલ અને ચેટ રેકોર્ડને સમન પહેલા રજુ કરવાનું આવેદન આપ્યું હતું. જોકે તેના આવેદનનો સ્વિકાર કરવામાં આવ્યો ન હતો.

આ પહેલા યૌન ઉત્પીડનનો મામલો નોંધાવનાર મહિલા સોમવારે ઇન હાઉસ ઇન્કવાયરી પેનલ સામે હાજર થઈ હતી અને લગભગ ત્રણ કલાક તે પેનલ સામે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જૂનિયર સહાયક તરીકે કામ કરનાર એક મહિલાએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી પેનલમાં બે મહિલા જજ ઇન્દુ મલ્હોત્રા અને ઇન્દીરા બેનરજી સામેલ છે.
First published:

Tags: CJI, Ranjan gogoi, Sexual harassment

विज्ञापन