જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) આઈજી વિજય કુમારે કહ્યું છે કે મંગળવારે સોપોરમાં CRPF બંકર પર બોમ્બ ફેંકનાર મહિલાની ઓળખ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આ દરમિયાન બુધવારે સવારે પોલીસ અને CRPFએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને બે આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. તેમાંથી એક રઈસ અહેમદ ભટ અગાઉ પત્રકાર હતો અને અનંતનાગમાં વેલી ન્યૂઝના નામથી ઓનલાઈન પોર્ટલ ચલાવતો હતો.
જમ્મુ-કાશ્મીરમાં એક ચોંકાવનારી ઘટના CCTVમાં કેદ થઈ છે. બુરખો પહેરેલી એક મહિલા CRPF બંકર પર બોમ્બ ફેંકતી જોવા મળે છે. CRPF પર બોમ્બ ફેંકીને મહિલા ભાગી ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેના હાથમાં બોમ્બ ફાટતા રહી ગયો હતો. આ ઘટના મંગળવારે સાંજે બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં બની હતી. કાશ્મીરના આઈજી વિજય કુમારના જણાવ્યા અનુસાર, બુરખો પહેરેલી મહિલાની ઓળખ થઈ ગઈ છે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. દરમિયાન, પોલીસે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેમાંથી એક પત્રકાર હતો પરંતુ બાદમાં લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો.
સોપોરમાં મંગળવારે સાંજે જ્યાં આ ઘટના બની તે બજાર વિસ્તાર છે. અહીં રોડની એક તરફ સીઆરપીએફનું બંકર બનાવવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બુરખો પહેરેલી એક મહિલા આવે છે અને બેગમાં હાથ નાખીને કઇંક કાઢે છે, ત્યાર બાદ તે આમ-તેમ જુએ છે. મહિલા તે વસ્તુને બેગમાંથી કાઢીને સીઆરપીએફ બંકર તરફ ફેંકી દે છે અને ભાગી જાય છે. આ પછી ત્યાં ડરનો માહોલ બને છે. લોકો ગભરાઈને અહીં-ત્યાં દોડવા લાગે છે. કેટલાક લોકો ડોલમાં પાણી ભરીને આગ ઓલવતા જોવા મળે છે. જે સમયે આ ઘટના બને છે ત્યારે રસ્તા પર અનેક રાહદારીઓ જોવા મળે છે. ત્યાં રસ્તા પરથી ઘણી મોટરસાઈકલ અને કાર પણ નીકળતી જોવા મળે છે.
#Watch: In a shocking incident yesterday, a burqa clad woman hurled a petrol bomb at a #CRPF camp in #Sopore.
The incident was captured on CCTV camera.
ઈન્ડિયા ટુડેના અહેવાલમાં જણાવાયું છે કે મહિલાએ CRPF બંકર પર જે વસ્તુ ફેંકી તે પેટ્રોલ બોમ્બ હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. શરૂઆતમાં એવી શંકા હતી કે બુરખો પહેરનાર મહિલા છે કે પુરૂષ, પરંતુ બુધવારે સવારે કાશ્મીરના આઈજી વિજય કુમારે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, “ગઈકાલે સોપોરમાં CRPF બંકર પર બોમ્બ ફેંકનાર મહિલાની ઓળખ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે." સીસીટીવીમાં દેખાતું હતું કે તેના હાથમાં બોમ્બ વિસ્ફોટ થતો રહી ગયો હતો.
બુધવારે સવારે શ્રીનગરમાં સીઆરપીએફ અને પોલીસની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર રૈનાવારી વિસ્તારમાં થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રઈસ અહેમદ ભટ માર્યા ગયેલા આતંકવાદીઓમાંનો એક હતો. તે પહેલા પત્રકાર હતો અને અનંતનાગમાં વેલી ન્યૂઝના નામથી ઓનલાઈન પોર્ટલ ચલાવતો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં સામેલ થયો હતો. તેનું નામ બે આતંકવાદી ઘટનાઓમાં સામે આવ્યું હતું.