બેંગલુરુ : CAA, NRC અને NRP વિરોધના એક કાર્યક્રમમાં મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. ગુરુવારે જે કાર્યક્રમમાં આ નારા લાગ્યા હતા તે મંચ પર AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)પણ ઉપસ્થિત હતા. જોકે ઓવૈસીએ મહિલાની ટિકા કરી હતી અને કહ્યું હતું કે આપણે અહીં ભારત માટે આવ્યા છીએ.
મહિલા જેની ઓળખ અમૂલ્યા તરીકે કરવામાં આવી છે. તેણે લોકોને પાકિસ્તાન ઝિંદાબાદ નારા લગાવવાની અપીલ કરી હતી. આવું તેણે સેવ કોન્સ્ટીટ્યૂશનના બેનર તળે કાર્યક્રમ કરી રહેલા આયોજકો તરફથી સંબોધન માટે બોલાવ્યા પછી કર્યું હતું. જ્યારે મહિલાએ આવું કર્યું તેના થોડા સમય પહેલા જ અસદુદ્દીન ઓવૈસી મંચ પર પહોંચ્યા હતા.
મહિલા આવા નારા લગાવવા લાગી ત્યારે ઓવૈસી તેના હાથમાંથી માઇક છીનવી લેવા મહિલા તરફ ગયા હતા. સાથે સ્ટેજ ઉપર અન્ય લોકો પણ મહિલા પાસેથી માઇક છીનવી લેવા તેની પાસે ગયા હતા. લોકોએ મહિલાને મંચ પરથી ઉતારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે મહિલા સતત નારા લગાવતી રહી હતી. આ દરમિયાન તેણે હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
#WATCH Ruckus erupts at the protest rally against CAA&NRC in Bengaluru where AIMIM Chief Asaddudin Owaisi is present. A woman named Amulya at the protest rally says "The difference between Pakistan zinadabad and Hindustan zindabad is...". pic.twitter.com/FPh5Ccu3HD
આ ઘટના પછી પોલીસ આવી હતી અને મહિલાને મંચથી ઉતારી હતી. આ પછી ઓવૈસીએ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે તે મહિલા સાથે સહમત નથી. મારો કે મારી પાર્ટીનો આ મહિલા સાથે સંબંધ નથી. અમે તેની ટિકા કરીએ છીએ. આયોજકોએ તેને અહીં આમંત્રિત કરવી જોઈતી ન હતી. જો હું આ વાત જાણતો હોત તો હું અહીં આવ્યો ન હોત. આપણે ભારત માટે છીએ અને આપણે કોઇ પ્રકારે આપણા દુશ્મન દેશ પાકિસ્તાનનું સમર્થન કરતા નથી. આપણી બધો પ્રયત્ન ભારતને બચાવવાનો છે.
JDS નેતા ઇમરાન પાશાએ દાવો કર્યો છે કે આ મહિલાને વિરોધી સમૂહોએ આયોજનમાં વિધ્ન પહોંચાડવા માટે અહીં મોકલી છે. મહિલા વક્તાઓની યાદીમાં ન હતી. પોલીસને મામલાની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર