હૈદરાબાદઃ પ્રેમી માટે પતિની હત્યા કરનાર મહિલાનો પ્લાન 'મટન સૂપ'થી થયો ઉઘાડો
હૈદરાબાદઃ પ્રેમી માટે પતિની હત્યા કરનાર મહિલાનો પ્લાન 'મટન સૂપ'થી થયો ઉઘાડો
અહીં એક મહિલાએ પોતાના પ્રેમી માટે પતિની હત્યા કરી નાખી. ત્યાર બાદ તેની લાશનો પ્રેમીની મદદથી નિકાલ કરી દીધો હતો. બાદમાં તેના પ્રેમીની પ્લાસ્ટિક સર્જરી કરાવીને તેને જ તેના પતિ તરીકે ઓળખ આપવાનો પ્લાન ઘડ્યો હતો.
અહીં એક મહિલાએ પોતાના પ્રેમી માટે પતિની હત્યા કરી નાખી. ત્યાર બાદ તેની લાશનો પ્રેમીની મદદથી નિકાલ કરી દીધો હતો. બાદમાં તેના પ્રેમીની પ્લાસ્ટિક સર્જરી કરાવીને તેને જ તેના પતિ તરીકે ઓળખ આપવાનો પ્લાન ઘડ્યો હતો.
હૈદરાબાદઃ અહીં એક મહિલાએ પોતાના પ્રેમી માટે પતિની હત્યા કરી નાખી. ત્યાર બાદ તેની લાશનો પ્રેમીની મદદથી નિકાલ કરી દીધો હતો. બાદમાં તેના પ્રેમીની પ્લાસ્ટિક સર્જરી કરાવીને તેને જ તેના પતિ તરીકે ઓળખ આપવાનો પ્લાન ઘડ્યો હતો. જોકે, એક મટન સૂપને કારણે મહિલાનો આ ખૂનો પ્લાન ઉઘાડો પડી ગયો હતો.
27 વર્ષીય સ્વાતિ નામની નર્સ નાગરકુર્નૂરમાં એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. સ્વાતીએ 32 વર્ષીય સુધાકર રેડી સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્નથી તેમને બે સંતાનો પણ છે. સ્વાતીને રાજેશ નામના એક યુવક સાથે લગ્નેતર સંબંધો હતા. બંનેએ પતિની હત્યા કરવાનો અને તેની તમામ સંપત્તિ હડપ કરી જવાનો પ્લાન બનાવ્યો હતો.
27 નવેમ્બરના રોજ બંનેએ મળીને સુધાકરને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હતું. સુધાકર બેભાન બની ગયા બાદ બંનેએ તેમની હત્યા કરી નાખી હતી. બંનેએ જંગલમાં જઇને તેની લાશને સળગાવી દીધી હતી.
ત્યાર બાદ સ્વાતીએ તેના પ્રેમીના મોઢા પર એસિડ છાંટી દીધું હતું અને પોતાના સગા-સંબંધીઓને કહ્યું હતું કે તેના પતિ પર હુમલો થયો હતો. ત્યાર બાદ રાજેશની પ્લાસ્ટિક સર્જરી કરાવવાની હતી. આ માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક સર્જરી દ્વારા પ્રેમીને પતિની ઓળખ આપવાનો પ્લાન હતો.
જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજેશે જ્યારે મટન સૂપ પીવાનો ઇન્કાર કરી દીધો ત્યારે તેમના સગા-સંબંધીઓને શંકા ગઈ હતી. રાજેશે જ્યારે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે હું શાકાહરી છું ત્યારે સુધાકરના સગા-સંબંધીઓને કંઈક રંધાતુ હોવાની ગંધ આવી હતી. ત્યાર બાદ રાજેશના વર્તનથી સંબંધીઓની શંકા વધુ મજબૂત બની હતી. બાદમાં રાજેશને પરિવારના સભ્યોને ઓળખી બતાવવાનું કહ્યું હતું.
રાજેશ આવું ન કરી શકતા પરિવારના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્વાતીની પૂછપરછ કરતા તેણીએ પતિની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે સ્વાતીની રવિવારે ધરપકડ કરી લીધી છે. જ્યારે રાજેશની સારવાર બાદ ધરપકડ કરવામાં આવશે. પોલીસને તપાસમાં માલુમ પડ્યું હતું કે સ્વાતી અને રાજેશે 2014માં આવેલી એક ફિલ્મમાંથી પ્રેરણા લઇને આવો પ્લાન ઘડ્યો હતો. ફિલ્મમાં એક યુવક ઘાયલ થયા બાદ એક મહિલા પ્લાસ્ટિક સર્જન તેને પોતાના મૃત પુત્રનો ચહેરો આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર