મેનેજરે લોન પાસ કરવા માટે કરી શારીરિક સંબંધની માંગ, મહિલાએ જાહેરમાં માર્યો

મહિલાએ મેનેજરને જાહેરમાં ફટકાર્યો.

મહિલાના આક્ષેપ પ્રમાણે મેનેજરે રૂ. બે લાખની લોન પાસ કરવાના બદલામાં તેની સાથે શારીરિક સંબંધ રાખવાની માંગણી કરી હતી.

 • Share this:
  બેંગલુરુઃ બેન્ક મેનેજરની જાહેરમં ધોલાઇનો એક આઘાતજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ જાતિય સત્તામણીનો આક્ષેપ લગાવીને એક બેંક મેનેજરને જાહેરમાં દંડા અને ચંપલ વડે ફટકાર્યો હતો. આ વીડિયો કર્ણાટકાના દવાનગીરી જિલ્લાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માર ખાનાર વ્યક્તિની ઓળખ દેવૈયા તરીકે કરવામાં આવી છે. દેવૈયા દેવાનગીરી ખાતે આવેલી ડીએચએફએલ લોન એજન્સીમાં મેનેજર તરીકે કામ કરે છે.

  મહિલાના આક્ષેપ પ્રમાણે દવૈયાએ લોન પાસ કરવાના બદલામાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. મહિલાએ બેંકમાં બે લાખની લોન માટે અરજી કરી હતી. મેનેજરની આવી વાત બાદ મહિલાએ જાહેરમાં જ દંડાથી મેનેજરને ફટકાર્યો હતો. એટલું જ નહીં મહિલાએ મેનેજરને લાતો, પંચ અને થપ્પડો પણ મારી હતી. આ દરમિયાન તેણે મેનેજરને ફેંટ પકડીને ફટકાર્યો હતો.

  મહિલા જ્યારે મેનેજરની ધોલાઇ કરી રહી હતી ત્યારે આસપાસના લોકોએ આ અંગેની વીડિયો ઉતારી લીધો હતો. મહિલાના મેનેજર સામે જાતિય સત્તામણીના આક્ષેપ બાદ પણ હાજર લોકો પ્રેક્ષક બનીને જ ઉભા રહ્યા હતા. આથી મહિલાએ એકલા હાથે જ લડી લેવાનું મન બનાવી મેનેજરની ધોલાઇ કરી હતી.

  વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે મેનેજરના બચાવમાં બે લોકો દોડી આવ્યા હોવા છતાં મહિલાએ તેને છોડ્યો ન હતો અને તેને ફટકારવાની એક પણ તક જતી કરી ન હતી. અંતે મેનેજર નજીકમાં આવેલી સોસાયટીમાં ભાગી ગયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: