કિશોરે સંબંધ બાંધવાની ના કહેતા મહિલાએ તેના ગુપ્તાંગ પર આપ્યાં ડામ

કિશોરની માતાની ફરિયાદ પ્રમાણે મહિલાએ અનેક વખત તેના પુત્ર સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.

News18 Gujarati
Updated: October 10, 2018, 10:59 AM IST
કિશોરે સંબંધ બાંધવાની ના કહેતા મહિલાએ તેના ગુપ્તાંગ પર આપ્યાં ડામ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 10, 2018, 10:59 AM IST
નવી દિલ્હીઃ દિલ્હી સાથે જોડાયેલા નોઇડામાં એક મહિલાએ કથિત રીતે એક 13 વર્ષના કિશોરના ગુપ્તાંગ પર ચીપિયાના ડામ આપ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા આ કિશોર સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતા હતી. ઘટના ગ્રેટર નોઇડાના ચપરૌલાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ મહિલા ફરાર થઈ ગઈ છે.

પીડિત કિશોરની માતાએ જણાવ્યું કે, મહિલા પરિણીત છે. તેણે તેના પુત્ર સાથે અનેક વખત સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મહિલાની ઉંમર 20 વર્ષ છે. ગત શુક્રવારે બપોરે તેણે કિશોરને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ સમયે તે એકલી જ હતી. મહિલાએ કિશોરને પોતાની સાથે સંબંધ બાંધવા માટે કહ્યું હતું. કિશોરે આવું કરવાનો ઇન્કાર કરી દેતાં મહિલાએ ગરમ ચીપિયા વડે કિશોરના પ્રાઇવેટ પાર્ટ પર ડામ આપ્યા હતા.

આરોપી મહિલા વિરુદ્ધ મંગળવારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે કોઈને હથિયારથી નુકસાન પહોંચાડવું, ખોટી રીતે કોઈને કેદ કરી રાખવું, અપહરણ અને ધમકી આપવાના ગુના સબબ ફરિયાદ નોંધી હતી. મહિલા વિરુદ્ધ 'પોક્સો' એક્ટ અંતર્ગત પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ બનાવમાં તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આવો એક બનાવ ગત વર્ષે કેરળના મલપ્પુરમમાં સામે આવ્યો હતો. આ બનાવમાં એક 30 વર્ષની મહિલાએ પોતાના પ્રેમીનું ગુપ્તાંગ છરી વડે કાપી નાખ્યું હતું. મહિલાને જ્યારે માલુમ પડ્યું કે તેનો પ્રેમી કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે તેણે આવું કૃત્ય કર્યું હતું. ગત મહિને આને મળતો એક બનાવ હરિયાણાના સોહના શહેરમાં સામે આવ્યો હતો. જ્યાં એક યુવકનું ગુપ્તાંગ કાપીને તેને કિન્નર બનાવી દેવામાં આવ્યો હતો.
First published: October 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...