સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે યૌન શોષણના મામલામાં ક્લિન ચીટ આપવાના એક દિવસ પછી ફરિયાદકર્તા મહિલાએ કહ્યું હતું કે કમિટી ટ્વારા તેના રિપોર્ટની કોપી તેને પણ આપવી જોઈએ. જેથી ખબર પડે કે કયા આધારે તેની ફરિયાદને ફગાવી દેવામાં આવી છે.
જસ્સિટ એસએ બોબડે, ઇન્દીરા બેનરજી અને ઇન્દુ મલ્હોત્રાની બેન્ચે સીજેઆઈ સામે લાગેલા આરોપને ફગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રિપોર્ટ જસ્ટિસ ગોગોઈ અને આગામી વરિષ્ઠ જજને આપવામાં આવ્યો છે. જોકે તેને સાર્વનજિક કરી શકાય નહીં કારણ કે આ એક અનૌપચારિક તપાસ હતી.
મહિલાએ કહ્યું હતું કે આખરે ફરિયાદકર્તાને રિપોર્ટ આપવાથી કેવી રીતે ના પાડી શકાય. તમને જણાવી દઈએ કે ફરિયાદકર્તા મહિલા જૂનિયર કોર્ટમાં ઓસિસટન્ટ હતી. મહિલાએ કહ્યું હતું કે મને અધિકાર છે કે હું રિપોર્ટ જોઈ શકુ અને જે સાક્ષીના નિવેદનોના આધારે મારી ફરિયાદ ફગાવી દીધી છે તેના વિશે મને જાણવાનો અધિકાર છે.
પેનલને લખેલા એક પત્રમાં મહિલાએ કહ્યું હતું કે હું જાણવા માંગું છું કે કયા આધારે તમને લાગ્યું કે મારી ફરિયાદમાં કોઈ દમ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર